વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. ઠીક આ જ પ્રકારનો મુકાબલો 11 વર્ષ પહેલા જોવા મળ્યો હતો. જ્યારે ટીમ ઈંન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલી તો ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન હતો. વાત અહી મલેશીયામાં થયેલા અંડર-19 વિશ્વકપની છે. સંયોગની વાત તો એ છે કે તે સમયે પણ આ બંન્ને અંડર-19 વિશ્વકપનાં કેપ્ટન હતા. આ વખતે આ બંન્ને ટીમો આ જ કેપ્ટનનાં નેતૃત્વમાં 9 જુલાઈનાં રોજ ઈંગ્લેન્ડનાં માનચેસ્ટરમાં ભીડાશે. પરંતુ આ વખતે પ્લેટફોર્મ આઈસીસી વિશ્વકપ 2019નું છે.
વિરાટ કોહલી અને કેન વિલિયમસનનો મુકાબલો 27 ફેબ્રુઆરી 2008માં કુઆલાલંપુરમાં રમવામાં આવેલ મેચમાં થયો હતો. ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જ્યા ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી નહોતી રહી. તેનો ઓપનિંગ બેટ્સમેન જીએચ વર્કર 3 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. કેન વિલિયમ્સન અને માર્ટિન ગુપ્ટિલએ ઈનિગ્સને સંભાળવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પરંતુ રવિન્દ્ર જાડેજાએ ગુપ્ટિલને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ત્યારે ટીમનો સ્કોર 29 રન પર 2 વિકેટ હતો. ત્યારબાદ 86નાં સ્કોર પર ટીમની ત્રીજી વિકેટ પડી ગઇ હતી.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
કેપ્ટન કેન વિલિયમ્સનને 37 રનનાં સ્કોર પર સ્ટંપિંગ કરી કોહલીએ ન્યૂઝીલેન્ડને જોરદાર ઢટકો આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર એંડરસને જ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે ધમાકેદાર બેટિંગ કરતા 70 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચમાં 8 વિકેટ ગુમાવી 205 રનનો સ્કોર ઉભો કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમમાં આ વખતે વિશ્વકપમાં રમી રહી ટીમનાં 4 ખેલાડી હતા. કેન વિલિયમ્સન, માર્ટિન ગુપ્ટિલ, ટીમ સાઉદી, ટ્રેંટ બોલ્ટ અંડર-19 વિશ્વકપનાં આ સેમીફાઈનલમાં હતા અને સંયોગની વાત તો એ છે કે આ ચારેય ખેલાડીઓ તાજેતરમાં ટીમમાં રમી રહ્યા છે.
ટીમ ઈંન્ડિયાની બેટિંગ
આ ભારતીય ટીમમાં બે કોહલી રમી રહ્યો હતો. એક કેપ્ટન વિરાટ કોહલી અને અન્ય ઓપનર કોહલી. ભારતે કોહલીની વિકેટ 24 રનનાં સ્કોર પર ગુમાવી હતી. પરંતુ અન્ય ઓપનર એસ.પી.ગોસ્વામીએ એક સાઇડ જાળવી રાખી હતી અને 51 રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો. તન્મય શ્રીવાસ્તવનાં રૂપમાં ભારતની બીજી વિકેટ 40 રન પર પડી હતી.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
મેન ઓફ ધ મેચ કોહલી
ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા વિરાય કોહલીએ બેલિંગ બાદ બેટિંગમાં પણ પોતાનો દમ બતાવ્યો હતો અને 43 રન ફટકાર્યા હતા. આ મેચનો નિર્ણય ડકવર્થ લુઈસ મેથડથી થયો હતો. આ મુકાબલાને ટીમ ઈંન્ડિયાએ 3 વિકેટે જીતી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. બાદમાં ફાઈલન મેચમાં જીત મેળવી કોહલીની અંડર-19 ટીમ વિશ્વ વિજેતા બની હતી. આ મેચમાં કોહલીએ 7 ઓવર બોલિંગ કરી હતી જેમા તેણે 2 વિકેટ મેળવી હતી. તેના આ પ્રદર્શનનાં કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.