અમદાવાદ,
ફરી વખત મોહન ભાગવતે રામ રાગ આલાપ્યો છે. રામ મંદિરને લઈને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે મોહન ભાગવતે દર વર્ષની જેમ સંઘના કાર્યકરોને સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે કહ્યું કે કોઈ પણ રીતે રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. આ માટે જરુર પડે તો સરકારે કાયદો બનાવવો જોઈએ.બાબર નામની ભયંકર આંધીએ આપણા દેશના હિન્દુ અને મુસ્લિમોને બક્ષ્યા નહોતા અને સમાજને કચડી નાંખ્યો હતો.
રામ માત્ર હિન્દુઓના નહી સમગ્ર દેશ અને દુનિયાના છે. અયોધ્યામાં રામ મંદિર બનશે તો દેશમાં સદભાવનાનો માહોલ બનશે. લોકો પૂછે છે કે ભાજપની સત્તા છે તો મંદિર કેમ નથી બનતુ.
મતદાર એક દિવસનો રાજા છે. મતદારોએ સમજી વિચારીને મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તો આ ઉપરાંત સબરીમાલાના મુદ્દે તેમણે કહ્યું કે સબરીમાલાના નિર્ણયથી વર્ષોથી ચાલતી પરંપરા તુટી ગઈ છે.
જેમણે કોર્ટમાં અરજી કરી હતી તેઓ ક્યારેય મંદિરે ગયા નથી અને જે મહિલાઓ આંદોલન કરી રહી છે તે આસ્થામાં વિશ્વાસ ધરાવે છે. ધર્મના મુદ્દે ધર્માચાર્યો સાથે વાત થવી જોઈએ.તે બદલાવને સમજે છે. મહિલાઓ પરંપરામાં માને છે તેમની વાત સાંભળવામાં નથી આવી.