ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ અને ભારત બંનેએ પ્લેઈંગ 11માં ચાર-ચાર ફેરફાર કર્યા છે.ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐયરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં તોફાની બેંટિગ કરી હતી બંનેએ પાંચમી વિકેટ માટે 37 બોલમાં 91 રનની ભાગીદારી કરી હતી. ભારતે છેલ્લી 10 ઓવરમાં 116 રન બનાવ્યા હતા. ભારતની ઇનિંગના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં એક ફોર અને સાત સિક્સર ફટકારી હતી., વેંકટેશ 19 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા.
રોહિત આઉટ થયો હતો બાદમાં વેંકટેશ મેદાનમાં આવ્યો હતો તે સમયે ભારતનો સ્કોર 14 ઓવરમાં ચાર વિકેટે 93 રન હતો. આ પછી ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 86 રન ઉમેર્યા હતા. T20I માં ડેથ ઓવર (16 થી 20 ઓવર)માં ભારત દ્વારા બનાવવામાં આવેલ આ સૌથી વધુ રન છે. અગાઉ 2007માં ડરબનમાં ઇંગ્લેન્ડ સામે ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 80 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર અને વેંકટેશે મળીને 16મી અને 17મી ઓવરમાં 17 રન, 18મી ઓવરમાં 10 રન, 19મી ઓવરમાં 21 રન અને 20મી ઓવરમાં પણ 21 રન બનાવ્યા હતા.