Not Set/ ચેન્નાઈના આ એન્જિનિયરે શોધ્યું ચંદ્ર પર ખોવાયેલું વિક્રમ લેન્ડર,નાસાએ પણ કરી પુષ્ટિ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર વિશે ટ્વીટ કરી જાણકારી આપી કે તેના લૂનર રિકનેસેન્સ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી લીધો છે.નાસાએ  વિક્રમ લેન્ડરના કાટમાળને ચંદ્ર પર શોધ્યો તો એક ભારતીયના નામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તે નામ છે શનમુગા સુબ્રમણ્યમ,જેમને નાસા દ્વારા જાહેર કરેલા ફોટો પર અભ્યાસ કરીને […]

Top Stories
Untitled 30 ચેન્નાઈના આ એન્જિનિયરે શોધ્યું ચંદ્ર પર ખોવાયેલું વિક્રમ લેન્ડર,નાસાએ પણ કરી પુષ્ટિ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર વિશે ટ્વીટ કરી જાણકારી આપી કે તેના લૂનર રિકનેસેન્સ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી લીધો છે.નાસાએ  વિક્રમ લેન્ડરના કાટમાળને ચંદ્ર પર શોધ્યો તો એક ભારતીયના નામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તે નામ છે શનમુગા સુબ્રમણ્યમ,જેમને નાસા દ્વારા જાહેર કરેલા ફોટો પર અભ્યાસ કરીને નાસાને જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર ક્યાં પડ્યુ?

મૂળ ચેન્નઈના એન્જિનિયર શનમુગા સુબ્રમણ્યમે આ તસવીરો લેવા માટે તનતોડ મહેનત કરી હતી અને દુર્ઘટનાગ્રસ્ત ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના કાટમાળને પણ શોધી લેવામાં સફળતા મેળવી છે.

વિક્રમ લેન્ડરના કાટમાળની ભાળ મેળવવા શનમુગાએ નાસાના લૂનર રેકોન્સેન્સ ઓર્બિટર (એલઆરઓ) દ્વારા લેવાયેલી તસવીરો પર કામ કર્યું હતું. આ તસવીરો 17 સપ્ટેમ્બર, 14, 15 ઓક્ટોબર અને 11 નવેમ્બરના લેવાઈ હતી.

શાને પોતાની આ શોધ બાદ નાસાને વાકેફ કર્યું હતું. નાસો થોડા જ સમયમાં શાનની શોધની ખાતરી કરી લીધી હતી. 33 વર્ષીય શનમુગા સુબ્રમણ્યમ મિકેનિકલ એન્જિનિયર છે. જે ચેન્નાઈની એક IT ફર્મમાં આર્કિટેક્ટનું કામ કરી રહ્યા છે અને એક એપ્લિકેશન ડેવલપર પણ છે.તાજેતરમાં તે ચેન્નઈમાં લેનોક્સ ઈન્ડિયા ટેક્નોલોજી સેન્ટરમાં ટેન્કિલ આર્ટકિટેક્ટ તરીકે કામ કરી રહ્યો છે. શનમુગા, મદુરાઈના રહેવાસી છે પણ 12 વર્ષ પહેલા તે ચેન્નાઈ રહેવા આવી ગયા છે.

ચંદ્ર પર પડેલા વિક્રમ લેન્ડરને શોધવા માટે શનમુગા રોજ 4 કલાક સર્ચિંગ કરતા હતા. તેમને ખુબ જ ખુશી મળી જ્યારે તેમને નાસા દ્વારા જાહેર કરેલા ફોટોમાં ચંદ્રની સપાટી પર સફેદ ડોટ જોયું.

નાસાના દાવા મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તે તુટી પડવાની જગ્યાથી 750 મીટર દુર જઈને મળ્યો છે. નાસાએ સોમવારે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડરના ઈમ્પેક્ટ સાઈટની તસવીર જાહેર કરી અને જણાવ્યું કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.

આ પહેલા નાસાએ વિક્રમ લેન્ડર વિશે સૂચના આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કારણ કે તેનું LRO તે સ્થાળ પરથી પસાર થવાનું હતું. જે સ્થાન પર ભારતીય લેન્ડર વિક્રમના પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. નાસાએ આ પહેલા કહ્યું હતું કે તેનું LRO 17 સપ્ટેમ્બરે વિક્રમની લેન્ડિંગ સાઈટથી પસાર થયું હતું અને તે વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો લીધી હતી.

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં નાસાના અંતરિક્ષ યાન દ્વારા ઉતારેલા ચિત્રોમાં વિક્રમ લેન્ડરના ઉતરવાની જગ્યા જોવા મળી નહતી. ત્યારબાદ કહેવામાં આવ્યું કે નાસા પણ વિક્રમ લેન્ડરને શોધી શક્યુ નથી પણ સોમવારે રાત્રે નાસાએ જાણકારી આપી કે તેમને વિક્રમ લેન્ડર મળી ગયું છે.

નાસાના ડેપ્યુટી પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ (એલઆરઓ મિશન) જોન કેલરે શાનને લખ્યું કે, ‘વિક્રમ લેન્ડરના કાટમાળને શોધવાના તમારા ઈમેલ બદલ આભાર. એલઆઓસી ટીમે પુષ્ટી કરી છે કે લેન્ડિંગ અગાઉ અને બાદમાં લોકેશનમાં બદલાવ જોવા મળ્યા છે. આ જ માહિતીનો ઉપયોગ કરતા એલઆરઓસી ટીમને આ જ વિસ્તારમાં વધુ તપાસ કરતા પ્રાયમરી ઈમ્પેક્ટ થયું છે તે સ્થળે કાટમાળ પણ મળ્યો છે. નાસા અને એએસયુએ આ અંગેની સત્તાવાર જાહેરાત સાથે તમને તેની ક્રેડિટ પણ આપી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.