russia ukraine/ યુક્રેન સંકટના સમાધાનને લઈને ભારતે દેખાડ્યો રસ્તો, જાણો શું કહ્યું

રશિયાએ શુક્રવારે યુક્રેનની સૈન્ય અને લશ્કર દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓના કથિત ગંભીર ઉલ્લંઘનો ઉપરાંત તેમના દ્વારા આચરવામાં આવેલા અન્ય…

Top Stories World
ભારતે દેખાડ્યો રસ્તો

ભારતે દેખાડ્યો રસ્તો: ભારતે કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે રાજદ્વારી અને સંવાદ જ એકમાત્ર વ્યવહારુ વિકલ્પ હોવો જોઈએ અને લોહી વહેવડાવીને આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધી શકાશે નહીં. ભારતે ફરી એકવાર યુક્રેનમાં દિન-પ્રતિદિન બગડતી પરિસ્થિતિ અંગે તેની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાના તેના વલણનો પુનરોચ્ચાર કર્યો છે.

રશિયાએ શુક્રવારે યુક્રેનની સૈન્ય અને લશ્કર દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓના કથિત ગંભીર ઉલ્લંઘનો ઉપરાંત તેમના દ્વારા આચરવામાં આવેલા અન્ય યુદ્ધ ગુનાઓ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા પરિષદની અરિયા-સૂત્ર બેઠકનું આયોજન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર પ્રતિક માથુરે કહ્યું, “ભારત એ વાતને ઓળખે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોની કિંમતે શોધી શકાતો નથી.” આ યુદ્ધની શરૂઆતથી જ અમે આગ્રહ કર્યો છે કે મુત્સદ્દીગીરી અને સંવાદ એ એક માત્ર વ્યવહારુ વિકલ્પ હોવો જોઈએ.

માથુરે કહ્યું કે ભારત બુકામાં નાગરિકોની હત્યાની સખત નિંદા કરે છે અને સ્વતંત્ર તપાસની માંગને સમર્થન આપે છે. આ સિવાય ભારત યુક્રેનના લોકોની તકલીફો દૂર કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. તેમણે કહ્યું, “અમારું માનવું છે કે આ યુદ્ધમાં કોઈનો વિજય થશે નહીં અને અસરગ્રસ્ત તમામ લોકો પીડાતા રહેશે અને આખરે વિવિધ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને અસર થશે.”

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના કોન્સ્યુલરે કહ્યું કે ભારત સહમત છે કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવી જોઈએ અને તે બધાની સામૂહિક જવાબદારી છે. બધા દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને તેની બહારના તમામ મંચો પર આ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો કરવા જોઈએ.

આ પણ વાંચો: અજમેર/ આ તળાવમાં તરી રહી હતી બે હજારની નોટો, પોલીસ પહોંચી ત્યારે થયો આ મોટો ખુલાસો

આ પણ વાંચો: Photos/ આમિર ખાનની દીકરી આયરાએ કરી ઈદની ઉજવણી, ડીપ બ્લાઉઝમાં બોલ્ડનેસની હદ વટાવી

આ પણ વાંચો: Economic crisis/ શ્રીલંકાની સરકારનું મોટું અપમાન, વિરોધીઓએ સંસદની સામે તેમના લટકાવ્યા તેમના અંડરવેર