Not Set/ ડાંગરની પરાળ સળગાવતા 100 ખેડૂત સામે FIR, પરાળ ન સગાવવા સરકારનો અનુરોઘ

પરાળ સળગાવવાની ઘટનાઓ અંગે યુપી હરિયાણા અને પંજાબની સરકારે કડક વલણ અપનાવ્યું છે. વહીવટીતંત્રે 100 થી વધુ ખેડૂતો વિરુદ્ધ કેસ નોંધવા પોલીસને આદેશો (ભલામણ) કર્યા છે. આ વિશે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર અશોક કુમાર ગર્ગે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર જિલ્લાભરનાં ગ્રામ સચિવ, પટવારી અને સરપંચો પાસેથી દરરોજ અપડેટ લઈ રહ્યું છે. વહીવટીતંત્રને મળેલા અહેવાલના આધારે […]

Top Stories India
mahi a 16 ડાંગરની પરાળ સળગાવતા 100 ખેડૂત સામે FIR, પરાળ ન સગાવવા સરકારનો અનુરોઘ

પરાળ સળગાવવાની ઘટનાઓ અંગે યુપી હરિયાણા અને પંજાબની સરકારે કડક વલણ અપનાવ્યું છે. વહીવટીતંત્રે 100 થી વધુ ખેડૂતો વિરુદ્ધ કેસ નોંધવા પોલીસને આદેશો (ભલામણ) કર્યા છે. આ વિશે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર અશોક કુમાર ગર્ગે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર જિલ્લાભરનાં ગ્રામ સચિવ, પટવારી અને સરપંચો પાસેથી દરરોજ અપડેટ લઈ રહ્યું છે.

વહીવટીતંત્રને મળેલા અહેવાલના આધારે 100 ખેડૂતો સામે પરાળ સળગાવવાના મામલે કેસ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ ડાંગરનો પરાળ અથવા પાકનાં અવશેષ સળગાવતો જોવા મળે છે, તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

ડેપ્યુટી કમિશનર અશોક કુમાર ગર્ગે જણાવ્યું હતું કે ડાંગરનો પરાળ સળગાવવાથી જમીનની ફળદ્રુપતા જ ​​ઓછી થાય છે પરંતુ માનવ જીવન પર ખરાબ અસર પડે છે. તેમણે ખેડૂતોને અપીલ પણ કરી હતી કે, ખેડૂતોએ પરાળ બાળી ન નાખવો જોઈએ.

તેમણે કહ્યું કે વહીવટ પણ ખેડૂતોને પરાળ ન સળગાવવા જાગૃત કરશે. આ ઉપરાંત જીલ્લા વહીવટીતંત્ર ખેડૂતોને પ્રોત્સાહિત કરશે કે જેઓ પરાળ નહીં સળગાવશે, આ ઉપરાંત, આદર્શ ખેડૂતની રજૂઆત અન્ય ખેડૂતો સાથે કરવામાં આવશે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બનશે.

યુપીના પીલીભીતમાં 4 દિવસ પહેલા ખેડૂતોને પરાળ સળગાવી નાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. કૃષિ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનમાં 33 ખેડૂતો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવાઈ હતી.

સરકારના લાખ પ્રયત્નો બાદ પણ ખેડૂત પરાળ બાળી છે. સરકાર તરફથી સ્પષ્ટ આદેશ આપવામા આવ્યો હતો કે, ખેતરોમાં પરાળ સળગાવી નહી અને જે કોઈ સળગાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા મુજબ, 27 ઓક્ટોબરના રોજ પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓ 7842 થી વધીને 12027 થઈ હતી. જ્યારે 30 ઓક્ટોબરે આ આંકડો 19869 ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.