દિલ્હી,
સુપ્રિમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરી છે અને ખરીદદારોને રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે આમ્રપાલીનો બાકી પ્રોજેક્ટ નેશનલ બિલ્ડીંગ કનસ્ટ્રક્શન કોર્પોરેશન (એનબીસીસી) પૂર્ણ કરશે. વધુમાં, સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલર ઓથોરીટી એટલે કે RERA હેઠળ આમ્રપાલી ગ્રુપની કંપનીઓની નોંધણી રદ કરી દીધી છે.
અગાઉ 10 મી મેના રોજ સુપ્રીમ કોર્ટે આ બાબતે નિર્ણય આરક્ષિત કર્યો હતો.
એ સિવાય સુપ્રિમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ને આમ્રપાલી ગ્રુપ સામે મની લોન્ડરીંગ ના કાયદા અંતર્ગત તપાસ કરવા આદેશો આપ્યા છે.સુપ્રિમ કોર્ટની તપાસમાં એવું સામે આવ્યું છે કે આમ્રપાલી ગ્રુપે જે ફ્લેટો વેચ્યા હતા તેના નાણાં તેમણે ફોરેન એક્સચેન્જ એક્ટ હેઠળ વિદેશમાં રોક્યા હતા.આમ આમ્રપાલી ગ્રુપે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટેમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
10 મી મેના રોજ, સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઇડા અને નોઈડા ઓથોરિટીને સૂચના આપી હતી કે 2009 માં જમીનની ફાળવણી પછી 10 ટકા રકમ જ ચૂકવવામાં આવી, ત્યારબાદ બિલ્ડરે ફાળવણીની શરતોને પૂરી ન કરી તો તેને રદ કેમ નથી કરી. તે જ સમયે કોર્ટે એમ પણ કહ્યું કે તમે પ્રોજેક્ટને કેવી રીતે પૂર્ણ કરવા તે જણાવો. ઓથોરિટી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે આ ફ્લેટો તૈયાર કરવા માટે તેમની પાસે બજેટ નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નોઇડા ગ્રેટર નોઈડા ઓથોરિટી પણ બેદરકારી માટે જવાબદાર છે. નોઇડા અને ગ્રેટર નોઈડા ઓથોરિટીએ જવાબદારી લીધી નથી. લીઝ ડીડમાં ગંભીર ખામી થઈ છે. તેથી લીઝ રદ થઈ ગઈ છે. ટોચની અદાલતે જણાવ્યું હતું કે ફ્લેટ ખરીદદારો દ્વારા જમા કરાયેલી રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
અદાલતે એમ પણ જણાવ્યું કે ફ્લેટ ખરીદદારોના લોહી પરસેવોની કમાણીનો દુરપયોગ કરી છેતરપીંડી કરવાની પણ ફોરેન્સિક ઑડિટમાં પુષ્ટિ કરવામાં આવી છે. તેથી, RERA હેઠળ આમ્રપાલીની નોંધણી રદ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે એનબીસીને ફ્લેટો બનાવીને ગ્રાહકોને આપવાનો આદેશ કર્યો હતો.આમાં, એનબીસીસીને 8% કમિશન મળશે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે 6 મહિનાની અંદર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રાલયો અને ઓવરસીઝ અધિકારીઓએ પોતાને અધૂરા પ્રોજેક્ટ્સ વિશે જાણ કરવી જોઈએ. આવા કપટથી ફ્લેટ ખરીદદારોને સુરક્ષિત રાખવા માટે કાનૂની પગલાં પણ લો.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.