દિલ્હી: દિલ્હીના સિગ્નેચર બ્રિજ ઉતારીને નાચનારા અને હંગામો મચાવવાના આરોપસર ત્રણ કિન્નરની પોલીસે ધરપકડ કરી છે જયારે ચોથા કિન્નરની શોધખોળ ચલાવી રહી છે. બુધવારે ચાર કિન્નરનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જાતે જ હસ્તક્ષેપ કરીને વીડિયોમાં જોવા મળતા ચાર પૈકીના ત્રણ આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી લીધી છે.

ડીસીપી અતુલ કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, ત્રણ કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરીને ચોથા આરોપી કિન્નરની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આશરે ત્રણ મહિના અગાઉ આરોપી કિન્નરોએ હૌજ ખાસમાં કપડાં ઉતારીને હંગામો કર્યો હતો. તેમના ઉપર એવો પણ આરોપ છે કે, આ ત્રણેય સેલ્ફીના શોખીન છે અને કપડાં ઉતારીને ફોટા પડાવે છે.

ઉલ્લેખનીય છે કે, આશરે ત્રણ દિવસ અગાઉ આરોપીઓ સ્કૂટર ઉપર સિગ્નેચર બ્રિજ ઉપર આવ્યા તાતા અને સેલ્ફી લઇ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક છેલબટાઉ યુવકો ત્યાં પહોંચ્યા હતા, આ છેલબટાઉ યુવકો દ્વારા છેડછાડ કરવામાં આવતા કિન્નરોએ પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા અને નાચવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થનારા લોકો શરમજનક અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા.

કિન્નરોની આવી હરકતથી લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ વીડિયોમાં આ કિન્નરો ગાળી-ગલોચ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે કિન્નરોએ ઉપયોગમાં લીધેલ સ્કૂટરને પણ કબજે કર્યું છે.