ઉત્તર પ્રદેશમાં અકરમપુરમાં આવેલી ચિપ્સની ફેક્ટરીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આજ્ઞા લીધે ફેક્ટરીમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાસ્થળે આગની ગાડીઓ પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની ભારે મહેનત કરવી પડી હતી.
જો કે આ આગના લીધે કોઈ જાનહાનિના સમચાર નથી મળ્યા. આગના લીધે ઘટના સ્થળે ઉભેલી ત્રણ ટ્રક બળીને ખાખ થઇ ગઈ હતી.
પોલીસના કહેવા પ્રમાણે આગ લાગેલી આ ફેકટરીમાં પાપડ અને ચિપ્સ બને છે અને તેનું પેકિંગ પણ અહિયાં જ થાય છે.
રવિવારે સવારે ૯ વાગ્યે અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આ આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું અને આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ભસ્મીભૂત થઇ ગયો.
ઉલ્લેખનીય છે કે આ ફેકટરીમાં ૮૦ કોમર્શીયલ ગેસના સીલીન્ડર પણ રાખેલા હતા પરંતુ ફાયરકર્મીઓ સમય પર આવીને તેને ફૂટતા બચાવી લીધા હતા.
ફેકટરીના કોઈ પણ મજૂરને નુકશાન થયાના સમચાર હજુ નથી મળ્યા. આગની જાણ થતા દરેકને યોગ્ય સમયે બહાર નીકાળી દેવામાં આવ્યા હતા.