Test series/ ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી 2જો દિવસ, ઓલરાઉન્ડર તરીકે રવિચંદ્રન અશ્વિને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો અપડેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમનો પ્રથમ દાવ 376 રન પર સમાપ્ત થયો હતો

Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail 2024 09 20T122030.990 ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી 2જો દિવસ, ઓલરાઉન્ડર તરીકે રવિચંદ્રન અશ્વિને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો અપડેટ

Test Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમનો પ્રથમ દાવ 376 રન પર સમાપ્ત થયો હતો. બીજા દિવસે ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ પહેલા સેશનમાં જ આઉટ થઈ ગયા હતા. બીજા દિવસે બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા પણ પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. અશ્વિને પ્રથમ દાવમાં સૌથી વધુ 113 રનની ઇનિંગ્સ રમી હતી.

ઓલરાઉન્ડર તરીકે રવિચંદ્રન અશ્વિને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીના પ્રથમ દાવમાં અશ્વિને છઠ્ઠી સદી ફટકારી હતી. આ સદી સાથે જ રવિચંદ્રન અશ્વિને ઓલરાઉન્ડર તરીકે ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અશ્વિને પોતાની કારર્કિદીમાં 6 સદી ઉપરાંત 16 અડધી સદી પણ ફટકારી છે. BCCI એ પણ અશ્વિનની આ સિદ્ધિ ને લઈને ટ્વીટ કરતા શુભેચ્છા પાઠવી. ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડ તરીકે રેકોર્ડ કરનાર અશ્વિન વિશ્વનો પ્રથમ કિક્રેટર બન્યો. અશ્વિને પોતાની 101મી ટેસ્ટ મેચમાં આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. અશ્વિન સારા બેટસમેન ઉપરાંત સારો બોલર પણ રહ્યો છે. પોતાની કારર્કિદી દરમ્યાન રમેલ ટેસ્ટમેચમાં એક જ ઇનિંગમાં 36થી વઘુ વખત 5 કે તેથી વધુ વિકેટો પણ ઝડપી છે.
<

p style=”text-align: justify;”>આર અશ્વિને ટેસ્ટમેચના પહેલા દિવસે શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. હવે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પકડ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે. ભારતીય ટીમે બીજા દિવસે બોલિંગમાં પણ સારી શરૂઆત કરી હતી.

IND વિ BAN

પ્રથમ સેશનમાં ભારતનો દબદબો રહ્યો
બીજા દિવસે પ્રથમ સત્રનું નાટક સમાપ્ત થયું. પ્રથમ સેશનમાં ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશની ટીમ પ્રથમ સેશનમાં 3 વિકેટ ગુમાવીને 26 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 1 અને આકાશ દીપે 2 વિકેટ ઝડપી છે. હાલમાં બાંગ્લાદેશની ટીમ ભારત કરતા 350 રન પાછળ છે.

બેટિંગમાં અજાયબી કર્યા બાદ હવે આકાશ દીપે બોલિંગમાં પણ કમાલ કરી બતાવી છે. આકાશ દીપે તેની બીજી ઓવરમાં બાંગ્લાદેશને 2 મોટા આંચકા આપ્યા છે. ઝાકિર હસન 22 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે મોમિનુલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. બાંગ્લાદેશનો સ્કોર 22/3

ભારતે બીજી વિકેટ માટે તક ગુમાવી હતી
ભારતીય ટીમે બીજી વિકેટ માટે તક ગુમાવી દીધી છે. નઝમુલ હુસૈન શાંતો મોહમ્મદ સિરાજના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થઈ શક્યા હોત પરંતુ રોહિત શર્માએ ડીઆરએસ લીધું ન હતું. જોકે સિરાજ કહી રહ્યો હતો કે ડીઆરએસ લો. બાંગ્લાદેશનો સ્કોર 11/1

બાંગ્લાદેશને પ્રથમ ઝટકો લાગ્યો હતો
બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગમાં બેટિંગ શરૂ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં જ મહેમાન ટીમને મોટો ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશની પહેલી વિકેટ શાદમાનના રૂપમાં પડી હતી. શાદમાન 2 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશનો સ્કોર 2/1

ભારતે 376 રન બનાવ્યા હતા
બીજા દિવસે પ્રથમ સેશન દરમિયાન ભારતીય ટીમનો પ્રથમ દાવનો અંત આવી ગયો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિને 113 રન અને જાડેજાએ 82 રન બનાવ્યા હતા. બીજા દિવસે બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરતી વખતે તસ્કીન અહાને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હસન મહમૂદે પ્રથમ દાવમાં 5 વિકેટ પોતાના નામે કરી છે.

આર અશ્વિન આઉટ
આર અશ્વિનના રૂપમાં ભારતીય ટીમને 9મો મોટો ફટકો પડ્યો છે. અશ્વિન 113 રન બનાવીને આઉટ થયો હતો. તસ્કીન અહેમદે આર અશ્વિનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તસ્કીનની આજે આ ત્રીજી વિકેટ છે. ભારતનો સ્કોર 374/9

ભારતને 8મો ફટકો લાગ્યો હતો
આકાશ દીપની ટૂંકી અને સારી ઇનિંગનો અંત આવી ગયો છે. આકાશ 17 રન બનાવીને આઉટ થયો હતો. તસ્કીન અહેમદે તેને પેવેલિયન મોકલી દીધો છે. ભારતનો સ્કોર 367/8

આકાશ દીપે 2 ચોગ્ગા ફટકાર્યા હતા
રવિન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ આકાશ દીપ બેટિંગ કરવા આવ્યો છે. તે આવતાની સાથે જ આકાશ દીપે મહેમૂદ હસનની એક ઓવરમાં 2 ચોગ્ગા ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ભારતનો સ્કોર 353/7

રવિન્દ્ર જાડેજા આઉટ
બીજા દિવસે ભારતને રવિન્દ્ર જાડેજાના રૂપમાં સાતમો ઝટકો લાગ્યો હતો. જાડેજા તેની સદી ચૂકી ગયો હતો. જાજડેજા 86 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તસ્કીન અહમાને તેને આઉટ કર્યો હતો. ભારતનો સ્કોર 343/7

બીજા દિવસની રમત શરૂ
ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. અશ્વિન અને જાડેજા ક્રિઝ પર હાજર છે. ભારતીય ટીમ હવે 400 રન તરફ આગળ વધી રહી છે. ભારતનો સ્કોર 339/6

અશ્વિને સદી ફટકારી હતી
પ્રથમ દિવસે આર અશ્વિને શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનની આ છઠ્ઠી સદી છે. ચેન્નાઈના સ્ટેડિયમમાં અશ્વિનનું બેટ જોરથી ચાલે છે.