- ભારત યુક્રેનને માનવતાનાં ધોરણે કરશે મદદ
- માનવતાના ધોરણે દવાઓ મોકલશે ભારત
- વિદેશ મંત્રાલય પ્રવક્તાનું નિવેદન
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે કોઈનો પક્ષ લીધો ન હોવા છતાં, તેણે માનવતા ના ધોરણે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે યુક્રેનને દવાઓ સહિત માનવતાવાદી સહાય મોકલીશું. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને બચાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 6 પ્લેન દ્વારા 1400 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. આમાંથી ચાર વિમાન રોમાનિયાના બુકારેસ્ટથી આવ્યા છે જ્યારે બે હંગેરીના બુડાપેસ્ટથી ભારત આવ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેનમાં સ્થિતિ વધુને વધુ મુશ્કેલ બની રહી છે, જે ચિંતા વધારી રહી છે. અમે અમારી કામગીરીને વધુ તીવ્ર બનાવી છે અને અમારું ધ્યાન શક્ય તેટલી ઝડપથી લોકોને બહાર કાઢવા પર છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે અમારી તરફથી એડવાઈઝરી જારી થઈ ત્યારથી અત્યાર સુધીમાં 8,000 ભારતીયો યુક્રેન છોડી ચૂક્યા છે. એક તરફ મોદી સરકારે હરદીપ સિંહ પુરી, વીકે સિંહ, કિરેન રિજિજુ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે, તો બીજી તરફ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું.
સરકાર 5 માર્ગોથી ભારતીયોને બહાર કાઢવાની તૈયારી કરી રહી છે
યુક્રેનથી દિલ્હી પરત ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા પરિવારના સભ્યો ચિંતિત હતા, પરંતુ અમને સુરક્ષિત રીતે બહાર કાઢવા બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ. સ્થિતિ ઘણી ગંભીર છે. વિદ્યાર્થીએ કહ્યું કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા જઈ રહ્યા છે, જ્યારે કિરેન રિજિજુને સ્લોવાકિયા મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય હરદીપ સિંહ પુરીને હંગેરી અને વીકે સિંહને પોલેન્ડ મોકલવામાં આવી રહ્યા છે. આ તમામ મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોમાં પહોંચીને ભારતીય લોકોને પરત લાવવામાં મદદ કરશે.
ભારતીયોને સરકારની સલાહ – પશ્ચિમ યુક્રેન તરફ આગળ વધો
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે મોલ્ડોવાથી એક માર્ગની પણ શોધ કરી છે. તેના દ્વારા પણ લોકોને ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા મોલ્ડોવા દ્વારા લોકોને બહાર કાઢવામાં પણ મદદ કરશે. ભારતના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પશ્ચિમ યુક્રેન જવાની સલાહ આપવામાં આવી છે. સરકારે સલાહ આપી છે કે તેઓએ સીધું સીમાની બાજુથી ન જવું જોઈએ કારણ કે ત્યાં ભારે ભીડ છે. ત્યાંથી બહાર નીકળવામાં સમય લાગશે. તેથી, સરકારે નજીકના શહેરોમાં જવા અને ત્યાં થોડો સમય પસાર કરવાની સલાહ આપી છે. અમે ત્યાં વ્યવસ્થા કરી રહ્યા છીએ અને ટીમો તમને મદદ કરશે.
Russia-Ukraine Conflict / આંકડામાં સમજો, પુતિન-ઝેલેન્સકીમાં કોણ ભારે, સૈન્ય-અર્થતંત્રમાં કોને વધુ નુકસાન?
ગુજરાત / કોંગ્રેસના ત્રણ નેતાઓને કાયદેસર નોટિસ પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
Russia-Ukraine war / વોલોડિમિર ઝેલેન્સ્કી તેના દેશવાસીઓની લાશો અને તેના રાષ્ટ્રના કાટમાળનો ભાર ઉપાડી શકશે ?
Ukraine Crisis / યુક્રેનના સત્તાવાળાઓ હવે અમારી સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે :વિદ્યાર્થીઓની ફરિયાદ