આજે ભારતીય વાયુસેના 89મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાજિયાબાદ સ્થિત હિડન એરબેઝ પર ધૂમધામ મનાવવામાં આવી રહ્યો છે. ભારત દરવર્ષે 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેના દિવસ મનાવે છે. ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર,1932ના રોજ ભારતીય વાયુ સેનાના અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી. તે વખતે ભારતીય વાયુ સેના યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સના સહારે ઉભી કરવામાં આવી હતી પરંતુ હવે ભારતીય વાયુસેના વિશ્વમાં દુર્જેય વાયુસેના તરીકે ઓળખવામાં આવે છે. દેશની સુરક્ષા માટે સેના મહત્વનું યોગદાન હોય છે અને વાયુસેના તેમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. દુશ્મનોની આકાશમાં નજર રાખવા માટે અને તેમની પર હુમલો કરવા માટે સામર્થ્ય ધરાવતી સેના વાયુસેના હોય છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતીય વાયુસેના વિશ્વની ચોથા નંબરની મોટી વાયુસેના છે. ભારતીય વાયુસેનાએ વિભિન્ન યુદ્ધકાળ દરમિયાન અને રાહત બચાવ કર્યોમાં પોતાની ક્ષમતા અને શક્તિ સાબિત કરી છે.
ભારતીય વાયુસેના આયોજિત સમારોહમાં સૌથી મહત્વપૂર્ણ જુના વિમાનોનું પ્રદર્શન યોજાતું હોય છે. ભારતીય વાયુસેના દિવસ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈપણ સંગઠનમાં સત્તાવાર રીતે લોકોને વાયુસેના માટે જાગૃત કરવા માટે હવાઈ સીમાની રક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા જાહેર કરવા માટે મનાવવામાં આવે છે.
વર્ષ 1932માં આજની તારીખે એટલે કે 8 ઓક્ટોબરના રોજ વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લોકોને ખબર નહિ હોય કે આઝાદી પહેલા વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે ઓળખવામાં આવતી હતી. તે વખતે વાયુસેનાને યુકેની રોયલ એરફોર્સના સહારે ઉભી કરવામાં આવી હતી પરંતુ હવે તો ભારતીય સેના પોતે જ એક દુર્જેય વાયુસેના છે.
1 એપ્રિલ,1933ના દિવસે વાયુસેનાની પહેલી ટુકડીનું ગઠન થયું હતું જેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સિપાહી સામેલ હતા. ઇન્ડિયન એરફોર્સ દ્વારા બીજા વિશ્વ યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. આઝાદી બાદ આપણે “રોયલ” શબ્દ હટાવી લીધો હતો.
ભારતીય વાયુસેના અત્યારસુધી પાંચ યુદ્ધમાં સામેલ થઇ છે. 1948,1965,1971 અને 1999 મહત્વનું યુદ્ધ છે. 1962માં ચીન સામે પણ વાયુસેના એક યુદ્ધ લડી ચુકી છે. આ સિવાય મહત્વના ઓપરેશન જેમકે ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન ફેક્ટ, બાલાકોટ એરસ્ટ્રાઈક સામેલ છે.