Not Set/ પાકિસ્તાન છોડીને કચ્છમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇના હસ્તે ભારતીય નાગરિકત્વ

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા NRC અને CAA ના પગલે કચ્છમાં વસતા શરણાર્થીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. આજે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા, સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય અને હાલે કચ્છમાં […]

Top Stories Gujarat Others
vadodara 5 પાકિસ્તાન છોડીને કચ્છમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇના હસ્તે ભારતીય નાગરિકત્વ

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા NRC અને CAA ના પગલે કચ્છમાં વસતા શરણાર્થીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. આજે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા, સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય અને હાલે કચ્છમાં નખત્રાણા મધ્યે રહેતા રામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમારી વર્ષો જૂની પીડા, વેદનાનો અંત આવ્યો છે.

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બંને સદનમાં આ બિલને પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે સીએએ (નાગરિકતા સંશોધન કાયદો) દેશમાં લાગુ થઇ રહ્યો છે, આ નિર્ણય વર્ષોથી ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે આર્શીવાદ સમાન સાબિત થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈએ દેશમાં વર્ષોથી શરણાર્થીઓ તરીકે રહેતા પરિવારોને આત્મસન્માન આપ્યું છે. 2014 પહેલા ભારતમાં આશ્રય લેનાર શરણાર્થીઓને જ ભારતીય નાગરિકતા અપાશે. સમાજમાં ખોટો સંદેશો ફેલાવાઈ રહ્યો છે. સરકાર કોઈ પણ જાતિ કે સમુદાય વિરુદ્ધ નથી. એટલે સમાજનું સૌહાર્દ જળવાઈ રહે તે સૌની જોવાની ફરજ છે.”

image.png

આ પ્રસંગે એકઠા થયેલા શરણાર્થી પરિવારોએ ઉત્સવ મનાવ્યો હતો અને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયાએ કીડાણા ગામે શરણાર્થી સોઢા પરિવાર સાથે ભોજન લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.