વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમને બનાવટી ધમકીઓ મળ્યા બાદ સમગ્ર ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) ને નકલી સમાચાર મળ્યા હતા કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ટીમ જોખમમાં છે. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ કાર્યકારીએ આઈએએનએસને જણાવ્યું હતું કે, બનાવટી ધમકીઓ હોવાના અહેવાલો છે, પરંતુ આમાં કોઈ સત્ય નથી. તેમ છતાં, ભારતીય ટીમને વધારાની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
તેમણે કહ્યું, “તે એક બનાવટી ધમકી હતી અને બધુ બરાબર છે. ભારતીય ટીમને એક વધારાનો ડ્રાઈવર પૂરો પાડવામાં આવ્યો છે. ભારતીય ઉચ્ચ કમિશને પણ સાવચેતી રૂપે એન્ટિગા સરકારને જાણ કરી છે.”
અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, ટીમ પર હુમલો કરવાની ધમકી મળી હતી. આ ધમકી ભારતીય ટીમને ન મળી પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને મળી છે. અહેવાલો અનુસાર, પીસીબીને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે, જેમા ભારતીય ટીમ પર હુમલાની સંભાવના બતાવવામાં આવી છે.
પીસીબીએ આ ઇમેઇલ બીસીસીઆઈ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ને મોકલી છે. બીસીસીઆઈએ ગૃહ મંત્રાલયને આ વાતની જાણકારી આપી છે. જોકે આઈસીસી અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે આવા સમાચારને અફવા ગણાવી છે. બીસીસીઆઈએ પણ આ અહેવાલોને નકારી દીધા છે. બીસીસીઆઈનાં સુત્રોએ કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમને કોઈ ખતરો નથી.
ભારતીય ટીમ 3 ઓગષ્ટે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ગઈ હતી અને 3 સપ્ટેમ્બર સુધી રહેશે. ભારતીય ટીમે પહેલા જ ટી -20 અને વનડે સીરીઝ જીતી લીધી છે. 22 ઓગષ્ટથી બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ સીરીઝ રમાશે. બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.