ગીરસોમનાથ/ એક માસના લાંબા વિલંબ બાદ પાકિસ્તાને સોંપ્યો ભારતીય માછીમારનો મૃતદેહ

સૂત્રપાડામાં રહેતા જેન્તી સોલંકી નામના માછીમારનું ગત ફેબ્રુઆરીએ પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજેન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેલમાં જેન્તી સોલંકીનું મૃત્યુ થયું હતું.

Top Stories Gujarat
જેન્તી સોલંકી એક માસના લાંબા વિલંબ બાદ પાકિસ્તાને સોંપ્યો ભારતીય

પાકિસ્તાનની જેલમાં મરણ પામેલા માછીમારનો મૃતદેહને તેના વતન સૂત્રાપાડા લાવવામાં આવ્યો હતો. પરીવારજનોએ ભારે હૈયે માછીમારને અંતીમ વિદાય આપી હતી. સૂત્રપાડામાં રહેતા જેન્તી સોલંકી નામના માછીમારનું ગત ફેબ્રુઆરીએ પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજેન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેલમાં જેન્તી સોલંકીનું મૃત્યુ થયું હતું. ત્યારે એક માસના લાંબા સમય બાદ જેન્તીભાઈનો મૃતદેહ ભારતીય ફિશરીઝ અધિકારીને સોંપવામાં આવ્યો હતો.

અંતે એક માસ પછી પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા માછીમારની લાશ તેના વતન સૂત્રાપાડા પહોચી. પરીવારજનોએ ભારે હૈયે અંતીમવીધી કરી હતી.

ગીરસોમનાથ ના સૂત્રાપાડા બંદર રહેતા જેન્તી સોલંકી નામના માછીમાર ગત વર્ષ 2020ની ફેબ્રુઆરી માં પોરબંદરની રસુલ સાગર નામની બોટમાં માછીમારી કરવા ગયા હતા. જે દરમિયાન પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ અને તેમાના માછીમારો સહિત જેન્તી કરશન સોલંકી નું અપહરણ કરીને જેલ માં બંધક બનાવ્યો હતો.

જ્યાં જેલમાં તેમનું મૃત્યુ થતા એક માસના લાંબા સમય બાદ મૃતક માછીમારનો મૃતદેહ વાઘા-અટારી બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. વાઘા બોર્ડરેથી અમૃતસર વાયા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો. જ્યાં ગત રાત્રે અમદાવાદ એરપોર્ટના અધિકારીઓ દ્વારા મૃતદેહને વેરાવળના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ફિશરીઝ અધિકારીઓ એમ્બ્યુલન્સમાં મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

પરિવાર માં માતા પિતા વૃધ્ધ બિમાર હોય મૃતકની પત્નિ રાણીબેન, પુત્ર ફેનીલ, પુત્રી પ્રીતિ અને નાના ભાઈ તુલસી કરશન સોલંકીને સાથે રાખી તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

ગરુડ પુરાણ /  ગરુડ પુરાણમાં અનેક નરકોનો ઉલ્લેખ છે, જાણો ક્યા કર્મ માટે મળે છે કેવી સજા

આસ્થા / ભાગ્યશાળી લોકોની આંગળીઓ પર હોય છે આ ખાસ નિશાન, નામની સાથે ખ્યાતિ પણ મેળવે છે

Life Management / સર્કસમાં હાથીઓને પાતળા દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તે આશ્ચર્યજનક હતું…કારણ જાણીને બધા ચોંકી ગયા

આસ્થા / 2 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગુપ્ત નવરાત્રિ, 19 વર્ષ બાદ રચાશે સૂર્ય-શનિનો વિશેષ યોગ, મળશે ગુપ્ત સિદ્ધિઓ