Russia-Ukraine war/ ભારતીય ન્યાયાધીશે પુતિનને આપ્યો ઝટકો,ઈન્ટરનેશનલ કોર્ટમાં રશિયા વિરુદ્ધ કર્યું મતદાન

ICJમાં ભારતના જસ્ટિસ દલવીર ભંડારીએ પણ રશિયા વિરુદ્ધ વોટ આપ્યો હતો. સાથે જ અમેરિકાએ પણ ICJના આદેશનું સ્વાગત કર્યું છે.

Top Stories India
2 37 ભારતીય ન્યાયાધીશે પુતિનને આપ્યો ઝટકો,ઈન્ટરનેશનલ કોર્ટમાં રશિયા વિરુદ્ધ કર્યું મતદાન

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. રશિયાના હુમલા બાદ યુક્રેન આ મામલો યુએનની ટોચની કોર્ટમાં લઈ ગયો હતો. જે બાદ ICJએ રશિયાના પક્ષમાં અને વિરૂદ્ધમાં મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ICJમાં ભારતના જસ્ટિસ દલવીર ભંડારીએ પણ રશિયા વિરુદ્ધ વોટ આપ્યો હતો. સાથે જ અમેરિકાએ પણ ICJના આદેશનું સ્વાગત કર્યું છે.

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં, 13 ન્યાયાધીશોએ રશિયાની વિરુદ્ધમાં મતદાન કર્યું, જ્યારે માત્ર બેએ તરફેણમાં મતદાન કર્યું. આ 13 જજોમાં ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ દલવીર ભંડારી પણ સામેલ હતા. જ્યારે રશિયાની તરફેણમાં મતદાન કરનારા બે ન્યાયાધીશોમાં વાઇસ પ્રેસિડેન્ટ કિરીલ ગેવર્જિયન (રશિયા) અને જજ સુ હેન્કિન (ચીન) હતા.

જસ્ટિસ દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં તેમનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. 2012 માં, તેઓ પ્રથમ કાર્યકાળ માટે ચૂંટાયા હતા જે 2018 સુધી ચાલુ રહ્યા હતા. ભારત દ્વારા તેમને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા હતા અને યુકેના નામાંકિત જસ્ટિસ ગ્રીનવુડને હરાવીને ICJમાં બીજી ટર્મ જીતી હતી.

આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાને આદેશનું તાત્કાલિક પાલન કરવા હાકલ કરી હતી. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં રશિયા સામેના તેના કેસમાં યુક્રેને સંપૂર્ણ જીત મેળવી છે. ઝેલેન્સકીએ કહ્યું કે ઓર્ડરને અવગણવાથી રશિયા વધુ અલગ થઈ જશે. ICJ એ આક્રમણને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે, જેનું રશિયાએ પાલન કરવું આવશ્યક છે. ICJએ કહ્યું કે આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બંધનકર્તા છે. રશિયાએ તરત જ તેનું પાલન કરવું જોઈએ.