જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિક સહિત બે આતંકવાદીઓએ રાજસ્થાનના એક ટ્રક ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરી લીધી અને બગીચાના માલિકને માર માર્યો હતો.
પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ શરીફ ખાન તરીકે થઈ છે. ખીણમાં ફળથી ભરેલી ટ્રકોની અવાર-જવરથી નિરાશ આતંકીઓએ શીરમાલ ગામે હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. કાશ્મીરમાં 72 દિવસના પ્રતિબંધ બાદ પોસ્ટપેઇડ મોબાઇલ સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી ત્યારે આ ઘટના બની છે.
કલમ 370 નાબૂદ બાદ જમ્મુ-કાશ્મીરમાં સંદેશાવ્યવહાર સેવાઓ બંધ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, “સોમવારની ઘટનાઓને લઇને સ્થાનિકોમાં ગુસ્સો છે.” તેમણે કહ્યું કે આ હુમલામાં સામેલ એક આતંકવાદી પાકિસ્તાની હોવાની શંકા છે. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ટ્રકને બાળી નાખ્યા બાદ ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.