ન્યુજર્સીઃ ભારતીય મૂળના સીનેટર વિન ગોપાલની અમેરિકાના ન્યુજર્સી સેનેટમાં ત્રીજા કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે. 38 વર્ષિક ડેમોક્રેટ સેનેટર ગોપાલે રિપબ્લિકન ચેલેન્જર સ્ટીવ ડિનિસ્ટ્રિયનને હરાવ્યા છે. ગોપાલે હરિફ ઉમેદવાર કરતા 60 ટકા વધુ મતો મેળવ્યા છે. આ જીત સાથે ગોપાલે ડેમોક્રેટ્સ માટે બંને વિધાનસભા બેઠકો પર કબજો જમાવ્યો છે.
અમેરિકામાં લગભગ 37 રાજ્યોમાં મંગળવારે પરિણામ જાહેર થયા હતા. જેમાં ખાસ કરીને ન્યુજર્સીના 11માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં મંગળવારે પરિણામ જાહેર થયું છે, જેમાં વિન ગોપાલની ન્યુજર્સી સેનેટમાં ત્રીજા કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે. ગોપાલના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે, તેઓ વર્તમાન ન્યુજર્સી રાજ્યના સેનેટરમાં સૌથી નાની ઉંમરના સભ્ય છે અને રાજ્યના ઈતિહાસમાં સેનેટર તરીકે પસંદગી પામેલા પ્રથમ દક્ષિણ-એશિયા અમેરિકી છે.
ન્યુજર્સી વિધાનસભામાં રાજ્ય સેનેટ અને વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં 40 જિલ્લાના 120 સભ્યો છે. પ્રત્યેક જિલ્લાની સેનેટમાં એક પ્રતિનિધિ અને વિધાનસભામાં 2 પ્રતિનિધિ હોય છે, જેઓ 4 અને 2 વર્ષના કાર્યકાળ માટે કાર્ય કરે છે. નવેમ્બરમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં તમામ 120 બેઠકો પર મતદાન થશે.
nj.com ન્યૂઝ પોર્ટલ અનુસાર, આ સ્પર્ધા રાજ્યના ઈતિહાસની સૌથી મોંઘી વિધાનસભાની સ્પર્ધાઓમાંની એક હતી. ઓક્ટોબર સુધીમાં, ડેમોક્રેટ્સે US$3.4 મિલિયન એકત્ર કર્યા હતા અને US$3.5 મિલિયન ખર્ચ્યા હતા, જ્યારે રિપબ્લિકન્સે માત્ર US$460,339 એકત્ર કર્યા હતા અને US$444,970 ખર્ચ્યા હતા.
ગોપાલ સેનેટર તરીકે પ્રથમવાર 2017માં અને ત્યારબાદ 2021માં ફરી પસંદગી પામ્યા હતા. તેમને 58 ટકા મત જ્યારે ડિનિસ્ટ્રિયનને 38 ટકા મત મળ્યા છે. ગોપાલ વર્તમાનમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે અને સેનેટ બહુમતી પરિષદના નેતા છે. તેમણે અગાઉ સેનેટ સૈન્ય અને વયોવૃદ્ધ બાબતોની સમિતિમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.
COVID-19 રોગચાળા દરમિયાન તેમણે સ્થાનિક અર્થતંત્રમાં કોરોનાવાયરસના પડકારોનું સમાધાન કરવા માટે વ્યવસાય, સમુદાય, ચર્ચ અને બિનનફાકારક નેતાઓનું એક જિલ્લાવ્યાપી સંગઠન બનાવ્યું. ન્યુ જર્સીમાં જન્મેલા અને ઉછરેલા ગોપાલે રટગર્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.
Read More: પશ્ચિમના દેશોની નીતિઓના કારણે વિશ્વ પર પરમાણુ હુમલાનું જોખમ વધ્યુંઃ રશિયા
Read More: કન્યા વગર જાન પરત ફરી, ‘વરરાજો કાળો છે લગ્ન નથી કરવા’
Read More: કોન્સ્ટેબલે 150 કોલ કર્યા, પત્નીએ જવાબ ન આપ્યો તો 230 કિમીની મુસાફરી કરી હત્યા કરી નાખી
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube