Asia Cup/ એશિયા કપ માટે શ્રીલંકા પહોંચતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

એશિયા કપ 2024માં ભાગ લેવા માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ વખતે એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે.

Breaking News Sports
Beginners guide to 11 3 એશિયા કપ માટે શ્રીલંકા પહોંચતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

કોલંબોઃ એશિયા કપ 2024માં ભાગ લેવા માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ વખતે એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા એશિયા કપ 2024માં 19 જુલાઈએ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 19 જુલાઈએ પાકિસ્તાન સાથે થશે. ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.

તાજેતરની તસવીરો સામે આવી છે

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. તસવીરોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, શ્રેયંકા પાટીલ અને જેમિમાહ રોડ્રિગ્ઝ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળે છે.

એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ભારત વિ પાકિસ્તાન (19 જુલાઈ)

ભારત વિ UAE (21 જુલાઈ)

ભારત વિ નેપાળ (23 જુલાઈ)

ટીમ ઈન્ડિયા ગ્રુપ-એમાં સામેલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપ 2024 માટે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ગ્રુપ-Aમાં ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમોને રાખવામાં આવી છે. આ સિવાય બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયાની ટીમોને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. એશિયા કપ 2024ની ફાઈનલ મેચ 28મી જુલાઈના રોજ રમાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાપે 7 વખત ડંખ માર્યાનો કિસ્સા બાદ ક્રિકેટર રિંકુ સિંહે ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો, તેમને પણ માર્યો છે ડંખ

આ પણ વાંચો: રોહિત શર્મા બાદ T20માં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ ખેલાડી કાપી શકે છે હાર્દિક પંડ્યાનું પત્તુ

આ પણ વાંચો: પૂર્વ ભારતીય સ્પિનર ​​અમિત મિશ્રાએ વિરાટ કોહલી પર લગાવ્યો મોટો આરોપ,ગૌતમ સાથેના વિવાદ પર આપ્યું ‘ગંભીર’ નિવેદન