Not Set/ પાક. વિરુદ્ધ ભારતનો વળતો પ્રહાર, ભારતીય કાર્યવાહીમાં માર્યા ગયા 7-8 સૈનિકો

પાકિસ્તાન તરફથી લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર, યુદ્ધવિરામનાં ભંગમાં 4 સુરક્ષા કર્મીઓ સહિત 8 લોકોનાં મોત નીપજ્યાં છે. પાડોશી દેશને યોગ્ય જવાબ આપતા, ભારતે તેના 7-8 સૈનિકોને માર્યા છે, જ્યારે લગભગ એક ડઝન સૈનિકો ઘાયલ થયા છે. લશ્કરી સૂત્રોએ આ વિશે માહિતી આપી છે. ભારતીય સૈનિકોએ ઘણા બેન્કરો અને પાકિસ્તાનનાં લોંચ પેડ્સનો નાશ કર્યો છે. […]

Top Stories India
asdq 69 પાક. વિરુદ્ધ ભારતનો વળતો પ્રહાર, ભારતીય કાર્યવાહીમાં માર્યા ગયા 7-8 સૈનિકો

પાકિસ્તાન તરફથી લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર, યુદ્ધવિરામનાં ભંગમાં 4 સુરક્ષા કર્મીઓ સહિત 8 લોકોનાં મોત નીપજ્યાં છે. પાડોશી દેશને યોગ્ય જવાબ આપતા, ભારતે તેના 7-8 સૈનિકોને માર્યા છે, જ્યારે લગભગ એક ડઝન સૈનિકો ઘાયલ થયા છે. લશ્કરી સૂત્રોએ આ વિશે માહિતી આપી છે. ભારતીય સૈનિકોએ ઘણા બેન્કરો અને પાકિસ્તાનનાં લોંચ પેડ્સનો નાશ કર્યો છે. પાકિસ્તાની બંકરોનાં વિનાશનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.

પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ઉરી સેક્ટર અને ગુરેઝ સેક્ટર વચ્ચેનાં અનેક સ્થળો પર નિયંત્રણ રેખા (એલઓસી) સાથે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું, જેમાં 4 સુરક્ષા કર્મચારીઓ સહિત 8 લોકોનાં મોત નીપજ્યાં. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર અને અન્ય શસ્ત્રોથી ગોળીબાર શરી કર્યો હતો.

ઉરી સેક્ટરમાં વિવિધ સ્થળો ઉપરાંત બાંદીપુરા જિલ્લાનાં ગુરેઝ સેક્ટર અને કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં પણ સીઝફાયરનાં ઉલ્લંઘન થયાનાં અહેવાલ છે. સંરક્ષણ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સીઝફાયરનો ભંગ કરીને ઘૂસણખોરી માટે મદદ કરવામાં આવી હતી.