indian cricketer/ ભારતના ધુંઆધાર બોલર મોહમ્મદ શમીએ સફળ સર્જરી બાદ શેર કરી ઇમોશનલ પોસ્ટ

ભારતના ધુંઆધાર બોલર મોહમ્દ શમી ઇજાના કારણે ટીમ ઇન્ડિયાથી હાલ બહાર છે. વર્લ્ડકપ 2024માં પોતાની બોલિંગનો જલવો બતાવનાર મોહમ્મદ શમી ઘૂંટીમાં થયેલ ઇજાના કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટશ્રેણી રમી શક્યો નહિ.

Top Stories Sports
YouTube Thumbnail 2024 02 27T123345.493 ભારતના ધુંઆધાર બોલર મોહમ્મદ શમીએ સફળ સર્જરી બાદ શેર કરી ઇમોશનલ પોસ્ટ

ભારતના ધુંઆધાર બોલર મોહમ્દ શમી ઇજાના કારણે ટીમ ઇન્ડિયાથી હાલ બહાર છે. વર્લ્ડકપ 2024માં પોતાની બોલિંગનો જલવો બતાવનાર મોહમ્મદ શમી ઘૂંટીમાં થયેલ ઇજાના કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટશ્રેણી રમી શક્યો નહિ. ઘૂંટીની ઇજાથી પરેશાન મોહમ્મદ શમીએ હવે સફળતાપૂર્વક ઑપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન સફળ રહેતા ક્રિકેટરે પોતાના ફેન્સ સાથે સમાચાર શેર કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. શમીએ પોતાના એકાઉન્ટ પર લખ્યુ છે ‘મારા ઘૂંટીનું ઓપરેશન સફળ રહ્યું છે, રિકવરી મેળવવામાં થોડો સમય લાગશે પરંતુ તે સાજા થવાનો પૂર્ણ પ્રયાસ કરશે અને મેદાન પર પાછો ફરશે’

ઇજાના કારણે ટીમ ઇન્ડીયાથી બહાર

મોહમ્દ શમી ઘૂંટીની ઇજાના કારણે વર્લ્ડકપ બાદથી કોઈ મેચ રમી શકયો નથી.  ઇજાના કારણે તે IPL 2024માંથી પણ બહાર રહેતા ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો આપ્યો હતો. ઉપરાંત શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં પણ રમી શક્યો ન હતો, તે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો. શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ ટૂર્નામેન્ટમાં ઇજા હોવા છતાં રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર અસર પડવા ન દીધી. હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 ODI અને 24 T20 વિકેટ લીધી છે. લાંબા સમયથી ઘૂંટીની ઇજાથી પરેશાન અને ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીની આખરે ઘૂંટીની સર્જરી થઈ ગઈ છે. શમીની ઘૂંટીનું ઓપરેશન સફળ રહ્યું છે. સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું- હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.

Mohammed Shami: From Field To Pitch On Social Media, Shami, People Are Making Funny Comments - Amar Ujala Hindi News Live - Mohammed Shami:मैदान से लेकर सोशल मीडिया की पिच तक शमी...शमी, लोग कर रहे मजेदार कमेंट, छाया अमरोहा का छोरा

શાનદાર શમી

વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન કરતા મોહમ્દ શમી હવે તમામ ભારતીયો માટે એક હીરો બન્યો છે. વર્લ્ડકપ ઉપરાંત મોહમ્મદ શમી આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે.  શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.  ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે આવતા મહિને શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2024માંથી શમી બહાર)માં રમી શકશે નહીં. શમીએ ઘૂંટીમાં પીડા છતાં વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતાં 24 વિકેટ ઝડપી હતી. તેમના આ શાનદાર પ્રદર્શન બદલ તાજેતરમાં તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ મોહમ્દ શમીનું ઘૂંટીનું ઓપરેશન સફળ રહ્યું છે છતાં મેચ માટે જોઈએ તેવી ફિટનેસને પગલે સંભવત આ ફાસ્ટ બોલર ઓક્ટોબર-નવેમ્બરમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલા પુનરાગમન કરે તેવી શક્યતા જોવા મળતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM Mod/પંકજ ઉધાસના નિધન પર PM મોદીનું ભાવુક ટ્વીટ, કહ્યું- તેમની ગઝલો સીધી આત્માથી…

આ પણ વાંચો: Pankaj Udhas Death/જાણીતા ગઝલકાર પંકજ ઉધાસના મશહૂર ગીતો, આજે પણ ચાહકોના દિલોમાં કરે છે રાજ