હાથી માટેની ભારતની પ્રથમ સ્પેશીયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન આગ્રા ડીવીઝનલ કમિશ્નર અનીલ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ હોસ્પિટલ શરુ કરવામાં આવી.
આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા છે. આ યુનિક મેડીકલ સેન્ટરમાં ડીજીટલ એક્સ રે, લેસર ટ્રીટમેન્ટ, ડેન્ટલ એક્સ રે, થર્મલ ઇમેજિંગ વગેરે જેવી ફેસિલિટીઓ આપવામાં આવે છે.

હાથીનાં સંરક્ષણ અને કેર સેન્ટર નજીક આવેલી હોસ્પિટલ એ રીતે બનાવવામાં આવી છે કે જે ઈજાગ્રસ્ત, બીમાર હાથીઓની સારવાર કરી શકે એમને ઉચકવા માટેની પણ સુવિધા છે. અહી વિધાર્થીઓ અને ઇન્ટર્નને હાથીની ટ્રીટમેન્ટ દુરથી જોઇને શીખવા અને જાણવા માટેની પણ મંજુરી આપવામાં આવશે.

વાઈલ્ડલાઈફ SOS જે એક એનજીઓ છે, એમણે 2010 માં પહેલું હાથી સંરક્ષણ અને સંભાળ સેન્ટર ખોલ્યું હતું અને હાલ તેઓ 20 હાથીઓની દેખભાળ કરી રહ્યા છે જેને ખાસ સારવારની જરૂર છે.