GDP Rate/ ભારતનો જીડીપી ચાલુ વર્ષમાં 9.5 ટકા રહેવાનો અંદાજ

મૂડીઝે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસ દર 9.5% રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ એજન્સીએ તે 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો

Top Stories Business
11 93 ભારતનો જીડીપી ચાલુ વર્ષમાં 9.5 ટકા રહેવાનો અંદાજ

યુક્રેન પર રશિયાના હુમલાને કારણે જ્યાં દુનિયાભરમાં તણાવ છે. જેના કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે, જે ભારત માટે ખરાબ સમાચાર છે. પરંતુ આ દરમિયાન ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ તરફથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. મૂડીઝે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસ દર 9.5% રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ એજન્સીએ તે 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

મૂડીઝે તેના ગ્લોબલ મેટ્રો આઉટલુક 2022 23 રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા કોરોના મહામારી અને બીજી લહેર બાદ ઝડપથી રિકવર થઈ રહી છે. મૂડીઝે નાણાકીય વર્ષ 2022 માટે ભારતીય અર્થવ્યવસ્થા 8.4 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે. મૂડીઝનો અંદાજ આરબીઆઈના અંદાજ કરતાં 60 બેસિસ પોઈન્ટ વધુ છે. આરબીઆઈએ 2022-23માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના જણાવ્યા અનુસાર ભારતમાં સેલ્સ ટેક્સ કલેક્શનમાં તેજી આવી છે, રિટેલ એક્ટિવિટી ઊંચી છે અને PMI (પર્ચેઝિંગ મેનેજર ઈન્ડાઈસિસ)માં સુધારો થઈ રહ્યો છે. જો કે, મૂડીઝે તેના ગ્લોબલ મેટ્રો આઉટલુક રિપોર્ટમાં કહ્યું છે કે ઇંધણની વધતી કિંમતો અને સપ્લાયમાં વિક્ષેપને કારણે અર્થતંત્ર પર પણ નકારાત્મક અસર પડી શકે