Gujarat News : ગુજરાતના ગાંધીનગરના ટાઉન હોલમાં 9 નવેમ્બરે ભારતીય પુષઅપ મેન રોહિતાસ ચૌધરી પાકિસ્તાનનો પુષઅપ રેકોર્ડ તોડશે. વર્તમાનમાં પાકિસ્તાનના પુષઅપ રેકોર્ડ 27 કિલોગ્રામ વજન સાથે એક પગે 534 પુષઅપ કરવાનો વિશ્વ રેકોર્ડ છે, અને હવે રોહિતાસ ચૌધરી એ રેકોર્ડ તોડીને ભારતનું નામ વધુ એક વાર ગૌરવથી ઉંચું ઉઠાવશે.
આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, તેમજ એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.વિશેષ છે કે, રોહિતાસ ચૌધરીએ આ પહેલાં 12 જાન્યુઆરીએ 37 કિલોગ્રામ વજન સાથે 743 પુષઅપ કરી સ્પેઇનના પુષઅપ મેનનો 537 પુષઅપનો રેકોર્ડ તોડ્યો હતો અને વિશ્વ રેકોર્ડ કાયમ કરી, ભારતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું.
ચૌધરીએ તે રેકોર્ડ દિલ્હીની પોલીસને અર્પણ કર્યો હતો, જેણે કોવિડ મહામારી દરમ્યાન લોકોની જિંદગીઓને બચાવવા પોતાનું જીવન જોખમમાં નાખી સેવા આપી હતી.આ વખતે તેઓ આ રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પિત કરી રહ્યા છે. દેશભરમાં લોકો રોહિતાસ ચૌધરીને આ રેકોર્ડ તોડવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત ગેંગરેપ મામલો : અઠવા ગેટ ખાતે કિન્નરોએ સુત્રોચ્ચાર કરી આરોપીઓને ફાંસી આપવા કરી માંગ
આ પણ વાંચો: સુરતના ગેંગરેપમાં ગુનેગારોની કરાવાઈ રહી છે સ્પેકટ્રોસ્કોપી
આ પણ વાંચો: સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાશે