આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે અંખડ ભારત ની વાત કહીને દેશની રાજનીતીના તાપમાનને વધુ એક વખત ગરમ કર્યું છે. અખંડ ભારત વિષે મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારત એ તેની ઉત્થાનની સફર શરૂ કરી દીધી છે અને હવે આપણે ક્યાય અટકવાનું નથી. મોહન ભાગવતે કહ્યું હતું કે સંતોનાં જ્યોતિષના આધારે કહ્યું હતું કે આગામી 20 થી 25 વર્ષોમાં ભારત ફરીથી અખંડ થશે અને અમે લોકો તેના માટે જ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આગાલા એક દાયકામાં જ અખંડ ભારત થાય તેવી કોશિશ કરવાની છે.
મોહન ભાગવતનાં અખંડ ભારત વાળા નિવેદન ઉપર એક હિન્દી ટીવી ચેનલ ઉપર ડિબેટ ચાલી રહી હતી. જેમાં બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી હાજર હતા. આ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ અંખડ ભારતની પરિકલ્પના સમજાવી હતી. સુધાંશુએ કહ્યું હતું કે, ભારતની અખંડતાનો વિસ્તાર ક્યા સુધી હતો એ જાણીએ છીએ. વેસ્ટેડીઝ અમેરિકા પાસે છે અને ત્યાના નિવાસીઓને ઇન્ડિયન કહેવામાં આવે છે અને ભારત ત્યાં સુધી હતું. ઇન્ડોનેશિયામાં નેશિયાનો ગ્રીક અર્થ છે દ્વીપ અને ઇન્ડોનેશિયાનો અર્થ છે ભારતીય દ્વીપ અને ત્યાં સુધી આપણો ભૌગોલિક વિસ્તાર હતો. આપણે હમણા જ નવું વર્ષ ઉજવ્યું. આપનું બ્રહ્મ સંવત 1 અબજ ૯૭ કરોડ 40 લાખ 29 હજાર 124 છે. ટાઈમ અને સ્પેસમાં જે વિરાટતા છે તેનાથી સમજો અને એ જ ચેતના હજી જાગતી હોય તો આપણે વધુ લડવાની જરૂર રહેશે નહિ. ત્યારે સવાલ પૂછાયો હતો કે, જો બધું બરાબર છે તો 10 વર્ષની રાહ શા માટે જોવાની? પહેલા પીઓકે લો અને પછી પાકિસ્તાનને જોડો. તેના જવાબમાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, જ્યારે દુનિયામાં લડાઈ થતી હોય તો હંમેશા કમજોર, મોટા અને તાકાતવરને કહવામાં આવતું કે આ અમને પરેશાન કરે છે. પહેલીવાર પાકિસ્તાનનાં અસેમ્બલીમાં ઈમારનાખાન ખોલ્યા કે, ભારત બલાકોટથી વધુ ખતરનાક કરશે. પાકિસ્તાનના વિદેશમંત્રીએ ખુલ્લેઆમ કહ્યું કે આર્મી ચીફ તેના પાસે આવ્યા અને બોલ્યા કે અભિનદનને પરત કરો નહિ તો ભારત સવાર સુધીમાં એટેક કરી દેશે.
મોહન ભાગવતનાં નિવેદન ઉપર સંજય રાઉતે કહ્યું કે, આપનો અખંડ ભારતનો જે ઈરાદો છે, તેમનું સમર્થન અમે જરૂર કરીશું. દેશમાં તમામ રાજનૈતિક દળ, તે તમારા વિરોધીઓ છે તે પણ તમારું સમર્થન કરશે. તમામ રાજકીય દળો, તમારા વિરોધીઓ પણ તમારું સમર્થન કરશે. અખંડ હિન્દુસ્તાનનું સ્વપ્ન કોણ નથી જોતો.
આ પણ વાંચો : લાઉડસ્પીકર વિવાદ પર ગુસ્સે ભરાયા સંજય રાઉત, કહ્યું, રાજ ઠાકરે મહારાષ્ટ્રના ઓવૈસી છે