Ratan TaTa: ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan TaTa)નું ગઈકાલે મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. રતન ટાટા પારસી હોવા છતાં આજે હિંદુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata kept at NCPA lawns for the public to pay their last respects pic.twitter.com/9YlcsHgo1u
— ANI (@ANI) October 10, 2024
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની અંતિમ ક્રિયાઓ હિંદુ પરંપરા મુજબ થશે. આજે સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુંબઈના નરીમાન મેદાનમાં આજે સવારે 10 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે.
હિંદુ પરંપરા મુજબ થશે અંતિમ સંસ્કાર
હિંદુ પરંપરામાં માણસના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારના નિયમ હિંદુ કરતા જુદા છે. પારસીઓ હજારો વર્ષ પહેલા ઇરાનથી ભારત આવ્યા હતા. પારસીઓમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કે દફનાવવાની કોઈ વિધિ નથી. પારસી ધર્મમાં વ્યક્તિના મોત બાદ મૃતદેહને ગીધ માટે ટાવર ઓફ સાયલન્સ અથવા દખ્મા તરીકે ઓળખાતા પરંપરાગત કબ્રસ્તાનમાં ખાવા માટે ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી પારસી સમુદાયમાં અંતિમક્રિયાની વિધિમાં બદલાવ કરવામાં આવ્યો છે. આજે ઘણા પારસી લોકો હિન્દુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.
તબિયત લથડી
રતન ટાટાને સોમવારે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મીડિયામાં અફવા હતી કે તેમની તબિયત વધુ ગંભીર છે. પરંતુ તેમણે ટ્વીટ કરી પોતે તંદુરસ્ત હોવાનું જણાવ્યું અને હોસ્પિટલમાં રૂટિન ચેક અપ માટે આવ્યા હોવાથી લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવા કહ્યું. પરંતુ બે દિવસની અંદર આ અફવા સાચી ઠરી અને ગતરોજ (9 ઓક્ટબર) બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં રતન ટાટાનું નિધન થયું.
ઉદ્યોગપતિ રતન ટાટા
38 લાખ કરોડના ટાટા ગ્રુપના સામ્રાજયના કર્તાહર્તા રતન ટાટાએ ભારત ઉપરાંત વિદેશમાં પણ એક સન્માનીય ઉદ્યોગપતિ તરીકેનું સ્થાન મેળવ્યું છે. તેમનું જીવન યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યું છે. રતન ટાટાએ લગ્ન કર્યા નથી. એવું વર્તુળોમાં એક સમયે ચર્ચા હતી કે તેમને જે વ્યક્તિ સાથે પ્રેમ હતો પરંતુ માતાએ મંજૂરી ના આપતા લગ્ન ના કર્યા. આ બાબત બતાવે છે કે રતન ટાટાએ યુવાનોને એક નવો માર્ગ બતાવ્યો છે કે પોતાનો પ્રેમ ના મળતા માણસ ફક્ત દેવદાસ નહીં પરંતુ એક સફળ ઉદ્યોગપતિ પણ બની શકે છે.
નવલ ટાટાના પુત્ર હતા, તેમનો જન્મ સુરતમાં (British Raj) (Parsi Family) થયો હતો. તેમના માતા-પિતાના નામ નવલ ટાટા અને સુની કમિશનર હતા. રતન ટાટા જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેઓ તેમના માતા-પિતાથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તેમના દાદી નવાઝબાઈ ટાટા દ્વારા જેએન પેટિટ પારસી અનાથાશ્રમ દ્વારા ઔપચારિક રીતે દત્તક લેવામાં આવ્યા હતા. રતન ટાટાનો ઉછેર તેમના સાવકા ભાઈ નોએલ ટાટા (નવલ ટાટા અને સિમોન ટાટાના પુત્ર) સાથે થયો હતો. રતન ટાટાનું ટાટા ગ્રુપ ઉપરાંત દેશ માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે રતન ટાટાએ દેશને 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું! રતન ટાટાનું નિધન દેશ માટે મોટી ખોટ સમાન છે.
રતન ટાટાએ કેમ ના કર્યા લગ્ન
રતન ટાટાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે તે એકવાર લોસ એન્જલસમાં લગ્નની ખૂબ નજીક આવી ગયો હતા. તેઓ લોસ એન્જલસમાં એક મહિલાને મળ્યા અને લગભગ તેની સાથે લગ્નના બંધનમાં બંધાવાનો જ હતો. પરંતુ આ લગ્ન પરિપૂર્ણ ના થયા. કારણ કે એ સમયે 1962માં ચીન-ભારત યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને તેઓ જેમની સાથે લગ્ન કરવા માંગતા હતા તેમના માતા-પિતાએ તેમને ભારત આવવાની ના પાડી. આમ, તેમનો આ સંબંધ અધૂરો જ રહ્યો. આ ઇન્ટરવ્યૂમાં તેમણે એ પણ કબૂલાત કરી કે આ સિવાય તેઓ અન્ય સંબંધોમાં જોડાયા પરંતુ તેને ક્યારેય કોઈ એવું મળ્યું નથી જે તે પોતાની પત્ની બનાવી શકે. એક સમયે રતન ટાટા સાથેના સંબંધને લઈને બોલીવૂડ અભિનેત્રી સિમી ગરેવાલનું નામ જોડાયું હતું. સિમીએ 2020માં તેના ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાની ફ્લેશબેક તસવીર પોસ્ટ કરી હતી. “@RNTata2000 જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે આવો જ હતો,” સિમી ગરેવાલેએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટા સાથેના સંબંધને લઈને ખુલાસીને વાત કરી હતી. સિમીને રતન ટાટા સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. સિમીએ કહ્યું, ‘રતન અને મારો ઇતિહાસ લાંબો છે. તે સંપૂર્ણ સજ્જન છે – દરેક રીતે શ્રેષ્ઠ – રમૂજી, નમ્ર અને દોષરહિત. તેણે ક્યારેય પૈસાને પોતાનો પ્રેરક બનવા દીધો નથી.
આ પણ વાંચો: ઉદ્યોગપતિ રતન ટાટાનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસનો શોક
આ પણ વાંચો: ભારત પર પોતાની અમિટ છાપ છોડી; સુરતમાં જન્મ, જાણો ઉદ્યોગપતિ બનવા સુધીની જીવનયાત્રા
આ પણ વાંચો: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, PM મોદી સહિત દિગ્ગજ સહિત આ લોકોએ શોક વ્યક્ત કર્યો