પર્થ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર – ગવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ પર્થ ખાતે રમાઈ રહી છે. બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ટીમે ભારતને 146 રનથી હરાવી દીધું છે. આ સાથે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઇ ગઈ છે. ભારતની ટીમ પાસે 287 રનનો ટાર્ગેટ હતો પણ ભારતીય ટીમ 140 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ હતી.
ઓસ્ટ્રેલીયન સ્પિનર નાથન લયને આખા મેચમાં 8 વિકેટ લીધી હતી.
કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટ મેચની હાર બાદ કહ્યું કે, ભુવી હમણાં વધુ ટેસ્ટ ક્રિકેટ મેચ રમ્યો નથી. ઉમેશ યાદવે એની છેલ્લી મેચમાં 10 વિકેટ લીધી હતી અને એ સારું પરફોર્મ કરતો હતો એટલે અમે એને લીધો હતો. અમે અશ્વિનને લીધો હોત જો એ એકદમ ફીટ હોત તો.
આ ટેસ્ટ સીરીઝનો ત્રીજો મેચ 26 ડીસેમ્બરે મેલબર્નમાં રમશે. છેલ્લાં બે ફાઈનલ ટેસ્ટ મેચમાં હાર્દિક પંડ્યાને પણ શામેલ કરવામાં આવ્યો છે.