INDvsAUS, પહેલા મેચમાં જ ઓસ્ટ્રેલીયાએ ભારતને ધોબી પછાડ આપી છે. ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચે ભારતને બેટિંગ માટે બોલાવ્યું હતું. શિખર ધવન (74) અને લોકેશ રાહુલ (47) ને બાદ કરતા ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયન બોલરોની સામે વધારે પ્રદર્શન કરી શક્યા ન હતા અને 49.1 ઓવરમાં 255 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયા હતા.
ભારતના જવાબમાં ડેવિડ વોર્નર (અણનમ 128) અને એરોન ફિંચ (અણનમ 110) ની જોડીની ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના આ સરળ લક્ષ્ય હાંસલ કર્યું હતું. અને ભારતને પહેલા જ મેચમાં કારમી હાર આપી હતી.
ભારતની કારમી હારનું કારણ બતાવતા ઓપનર શિખર ધવને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં ભારતને મીડલ ઓર્ડરમાં સતત ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ધવને મેચ બાદ કહ્યું કે, અમે અગાઉની 10-15 ઓવર સારી રીતે રમી હતી. બાદમાં આપણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાંથી મેચ પલટાઈ ગઈ હતી. આ પછી અમે મેચમાં હાથમાંથી સરકી પડી હતી. જો કે અમે તેમા પછા ફરવાની મેકઅપની કોશિશ કરી હતી.
શિખર ધવનને પૂછવામાં આવ્યું કે શું ભારતીય બેટ્સમેનો વિરાટ કોહલી અને રોહિત શર્મા પર વધારે આધાર રાખે છે, ઘવને આ સવાલ પર જણાવ્યું હતું કે, “જુઓ, તે આપણા માટે ખરાબ દિવસ હતો.” અમે વેસ્ટ ઇન્ડીઝ સામે ખરેખર સારો દેખાવ કર્યો હતો. તે સમયે તમામ બેટ્સમેનોએ સારી રમત રમી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.