બેંગલુરૂ: પૂણે ટેસ્ટમાં નિશાજનક પ્રદર્શનને યથાવત રાખતા બેંગ્લોરલમાં પણ ભારતીય ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ટીમ ઇન્ડિયા પહેલી ઇંનિગ્સમાં ફ્કત 189 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. લોકેશ રાહુલ એક માત્ર એવો મેસ્ટમેન હતો કે જેણે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે અંતિમ સુધી સંઘર્ષ કર્યો હતો તેમએ સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. અને નવમાં વિકેટ તરીકે આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પહેલી ઇનિંગ્સમાં વગર વિકેટ 40 રન ફટકાર્યા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બેંગ્લોરમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતે ઑસ્ટ્રેલિયા સામે ખરાબ શરૂઆત થઈ છે. હાલ ભારતની 5 વિકેટે 168 રન છે. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતે આ મેદાન પર કુલ 21 ટેસ્ટ રમી છે, જેમાંથી 6 મેચ જીતી છે જ્યારે 6માં પરાજય થયો છે જ્યારે ભારતની 9 ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. ઓસ્ટ્રેલિયાએ અહી પાંચ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી બે મેચ જીતી છે. આ મેદાન પર અંતિમ ટેસ્ટ નવેમ્બર 2015માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ હતી જે ડ્રો થઇ હતી.
ભારત: લોકેશ રાહુલ, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણ, કરૂણ નાયર, રવિચંદ્રન અશ્વિન, રિદ્દિમાન સહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મેટ રેન શો, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), શોન માર્શ, પીટર હેંન્ડસકોમ્બ, મિશેલ માર્શ, મેથ્યૂ વેડ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ