ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ઈંદોરનાં હોલકર સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. બાંગ્લાદેશનાં કેપ્ટન મોમિનુલ હકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને બોલિંગ ભારતને આપી છે. ટેસ્ટમાં ભારતને વધુ મજબૂત કરવા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઇશાંત શર્માએ કમબેક કર્યુ છે.
શાકિબ અલ હસન મેચ ફિક્સિંગમાં અટવાઈ જવાને કારણે મોમિનુલને કેપ્ટનશીપની તક મળી છે. બાંગ્લાદેશનાં કેપ્ટન મોમિનુલે કહ્યું કે, ‘પિચ થોડી મુશ્કેલ છે તેથી અમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. આ પિચ ચોથી ઇનિંગ્સમાં તૂટી શકે છે. જેનો લાભ અમને થઇ શકે છે. માર માટે બાંગ્લાદેશનો કેપ્ટન થવું તે સન્માનની વાત છે. બહુ ઓછા લોકોને આ તક મળે છે. બાંગ્લાદેશે અંતિમ-11 માં એક ફેરફાર કર્યો છે.
બન્ને ટીમો પર એક નજર
આજથી ઈન્દોરમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે જીતનાં ઇરાદે મેદાનમાં ઉતરશે. જો કે અહી ભારતીય ટીમનું પલડુ ભારે દેખાઇ જ રહ્યુ છે. લાલ બોલ સાથે આ મેચ પહેલા ‘ગુલાબી બોલ’ ની ચર્ચાઓ થઈ રહી છે. કોલકાતામાં યોજાનારી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ પર સતત ચર્ચા થઈ રહી છે, જે ગુલાબી બોલથી રમવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.