સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે તે જોતા જાણે વિશ્વ અંત તરફ જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.શનિવારે વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક 30 લાખને વટાવી ગયો છે. બ્રાઝિલ અને ફ્રાન્સ જેવા દેશોમાં, આ કટોકટી વધી રહી છે અને રસીકરણ સમગ્ર વિશ્વમાં અવરોધોનો સામનો કરી રહ્યું છે. દરમિયાન, વિશ્વમાં ફુલ સંક્રમિતોનો આંકડો 14.06 કરોડને વટાવી ગઈ છે. શનિવારે સવારે દુનિયામાં કોરોના પીડિતોની સંખ્યા 13 કરોડ 99 લાખ 79 હજાર 449 થઈ ગઈ હતી.24 કલાકમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કિવ (યુક્રેન), કારાકાસ (વેનેઝુએલા) અથવા લિસ્બન (પોર્ટુગલ) ના મહાનગરની વસ્તી સમાન છે. આ સંખ્યા શિકાગો કરતા 27 લાખ કરતા મોટી છે અને સંયુક્ત રીતે ફિલાડેલ્ફિયા અને ડલ્લાસની બરાબર છે.મૃત્યુઆંક વધુ વધારે હોઈ શકે છે કારણ કે કેટલાક દેશોની સરકારો ડેટા છુપાવી રહ્યા હોય શકે છે અથવા વાયરસના ઘણા કેસો, જેનો પ્રારંભ 2019 ના પ્રારંભમાં ચીનના વુહાનથી થયો હતો, તે પ્રારંભિક તબક્કે છુપાયેલા હોય શકે છે. સમગ્ર વિશ્વમાં દરરોજ સરેરાશ મૃત્યુ દર 12 હજાર છે અને દરરોજ 7 લાખથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે.
હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબરેસસે કહ્યુ હતુ કે, વૈશ્વિક સ્તર પર કોરોનાના વધતા કેસ ચિંતા વધારી રહ્યાં છે. આ મહામારી લાંબા સમય સુધી રહેવાની છે. દુનિયામાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આ દેશમાં અત્યાર સુધી 5 લાખ 60 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોના મામલામાં અમેરિકા બાદ બ્રાઝિલ, મેક્સિકો, ભારત અને બ્રિટનનું સ્થાન છે.
સૌથી પ્રભાવિત દેશ
અમેરિકા 3,23,08,557 5,79,951
બ્રાઝિલ 1,38,34,342 3,69,024
ફ્રાન્સ 52,24,321 1,00,404
રશિયા 46,93,469 1,05,193
બ્રિટન 43,83,572 127,225
અન્ય દેશો
પાકિસ્તાનઃ
પાકિસ્તાનમાં વધુ 112 દર્દીઓના મોત બાદ અહીં મૃત્યુઆંક 16 હજારને પાર થઈ ગયો છે. કુલ સાતા સાત લાખ લોકો વાયરસથી સંક્રમિત થયા છે.
રશિયાઃ
9321 નવા કેસ સામે આવ્યા બાદ પીડિતોની કુલ સંખ્યા 46 લાખ 93 હજારથી વધુ થઈ ગઈ છે. અત્યાર સુધી એક લાખ પાંચ હજાર 193 મોત થયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…