Not Set/ ભોપાલથી લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર કોરોના સંક્રમિત

કોરોનાનાં કેસમાં ભલે ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ નેતાઓનાં સંક્રમિત થવાનાં સમાચાર આતા જ રહે છે. કોરોના મહામારીમાં ઘણી સાવચેતીઓ વચ્ચે સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.

Top Stories India
sadhvi pragya thakur

કોરોનાનાં કેસમાં ભલે ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ નેતાઓનાં સંક્રમિત થવાનાં સમાચાર આવતા જ રહે છે. કોરોના મહામારીમાં ઘણી સાવચેતીઓ વચ્ચે સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો – ચેતવણી / બ્રિટન યુક્રેનમાં નાટોની મોટી સંખ્યામાં તૈનાતી કરવાનો વિચાર કરી રહી છે!રશિયાને પ્રતિબંધનો સામનો કરવો પડશે

બજેટ સત્ર શરૂ થવાનાં થોડા કલાકો પહેલા જ મધ્યપ્રદેશનાં ભોપાલથી લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી છે. ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પોતે ટ્વિટ કરીને તેમના સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે. સોમવારે ભોપાલથી BJP સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેમના શરીરમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ સાવચેતી રાખીને, તેમણે પોતાને અલગ કરી દીધા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી આપતા તેમણે કહ્યું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોકટર્સની દેખરેખ હેઠળ છું. તેમણે અપીલ કરી છે કે 2 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવધાન રહે અને જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરાવે.

આ પણ વાંચો – WI vs ENG / અંતિમ ઓવરમાં હોલ્ડરની શાનદારે હેટ્રિકનાં દમ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈગ્લેન્ડને 17 રનથી હરાવી સીરીઝ નામે કરી

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે અડધી રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોકટર્સની દેખરેખ હેઠળ છું. 2 દિવસમાં મારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને સાવચેત રહેવા અને જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી છે. અમને તમારી ચિંતા છે. પ્રભુને પ્રાર્થના કે તમે બધા સ્વસ્થ રહો. જણાવી દઇએ કે, આ બીજી વખત છે જ્યારે દેશનું બજેટ કોરોનાનાં પડછાયા હેઠળ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ વખતે સંસદ પણ કોરોનાની આ ત્રીજી લહેરની ઝપટમાં આવી ગઈ છે. સત્ર શરૂ થવાનાં માત્ર 10 દિવસ પહેલા એટલે કે 20 જાન્યુઆરી સુધી સંસદ ભવનનાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.