પંજાબનાં ગુરદાસપુરનાં સાંસદ અને અભિનેતા સની દેઓલ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તે મુંબઇમાં ખભાની સર્જરી બાદ મનાલી આવ્યા છે. તેઓ મનાલીનાં દશાલ ગામે એક મહિનાથી રહે છે. સની દર 10 દિવસે Covid-19 ટેસ્ટ કરાવતા હતા. પરિવારનાં સભ્યો પણ સાથે આવ્યા હતા, જે મુંબઈ પરત ફર્યા છે. ભાજપનાં સાંસદ સની દેઓલ બુધવારે પાછા ફરવાના હતા. જે કારણે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
કુલ્લુ ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) ડો.સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટ કરાવવા માટે સની દેઓલે ખુદ આરોગ્ય વિભાગની ટીમને બોલાવી હતી. મંગળવારે જ તેમનો સેમ્પલ લેવામાં આવ્યો હતો. દરમિયાન, મંડીનાં સીએમઓ ડો.દેવેન્દ્ર શર્માએ પુષ્ટિ કરી છે કે સની દેઓલને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે. ડો.દેવેન્દ્રનાં કહેવા મુજબ, Covid-19 તપાસ માટેનો તેમનો નમૂના 63 વર્ષીય અજયસિંહ દેઓલ (સની દેઓલ) નાં નામ પર આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…