હોંગકોંગની સ્માર્ટફોન નિર્માતા ઇન્ફિનિક્સ આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Infinix Smart 5 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ ફોન ઇન્ફિનિક્સ સ્માર્ટ 4 ના અપગ્રેડ વર્ઝન તરીકે આવશે. ફોન લોન્ચ થાય તે પહેલા આ ફોન વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીયર કેમેરો અને 6.82 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનનું માઇક્રો પેઇઝ ફ્લિપકાર્ટ પર લાઇવ થઈ ગયું છે, જેમાં ખુલાસો થયો છે કે ઇન્ફિનિક્સ સ્માર્ટ 5 માં 6.82 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે.
આ સિવાય ફોનની રીયર પેનલ પણ જોઇ શકાય છે, જે સ્પષ્ટ કરે છે કે ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ અને સેલ્ફી કેમેરા ફોનની સામે આપવામાં આવશે. ઇન્ફિનિક્સ સ્માર્ટ 5 માં 6000 એમએએચની મજબૂત બેટરી મળશે. ફોનમાં સ્લો-મોશન વીડિયો રેકોર્ડિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.
Valentine’s Day ઓફરમાં સ્માર્ટફોન અને ટેબલેટ પર મેળવો છૂટ, 10 હજાર સુધી મળશે કેશબેક
આ ફોનમાં 6.6 ઇંચની આઈપીએસ ડિસ્પ્લે છે, જે 720×1,600 પિક્સેલ્સ રિઝોલ્યુશન સાથે આવે છે. સ્પીડ અને મલ્ટિટાસ્કિંગ માટે આ ફોનમાં 1.8 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર છે.
કેમેરા તરીકે આ ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ છે અને ફોનની આગળના ભાગમાં 8 મેગાપિક્સલનું કેમેરા સેન્સર છે. પરંતુ ફ્લિપકાર્ટ પર રિલીઝ થયેલા ફોટોમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળ્યું છે. તેથી આ ફોન ભારતમાં કેટલીક સુવિધાઓ સાથે આવશે.
આ ફોનમાં 64 જીબી સ્ટોરેજ છે, માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજ 256 જીબી સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટેના વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, 4 જી, ચાર્જિંગ માટે માઇક્રો-યુએસબી પોર્ટ અને 3.5.mm એમએમ હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
જણાવીએ કે ઈન્ફિનિક્સ સ્માર્ટ 5 ગ્લોબલ માર્કેટરમાં પહેલેથી જ લોન્ચ થઈ ચુક્યો છે. કંપનીએ ફોનના 3 જી વેરિએન્ટ પણ લોન્ચ કર્યા હતા. તેના 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ્સની કિંમત એનજીએન 39,500 (લગભગ 7,800 રૂપિયા) છે.