ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરી મહિનાનાં ગેસનાં ભાવ જાહેર કર્યા છે. કંપનીઓએ ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વાર વધારો કરી 100 રૂપિયા વધાર્યા હતા. હવે સબસિડી વિનાની એલપીજીની કિંમત દિલ્હીમાં સિલિન્ડર (14.2 કિગ્રા) દીઠ 694 રૂપિયામાં વેચાઇ રહી છે.
જો કે જાન્યુઆરી મહિનામાં અને વર્ષનાં પહેલા દિવસે ઓઇલ કંપનીઓ (એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી) એ સબસિડીવાળા ગેસ 14.2 કિલો સિલિન્ડરનાં ભાવમાં વધાર્યો કર્યો નથી અને ભાવ સ્થિર 694 રૂપિયા રાખ્યા છે. જો કે, કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં રૂ. 56 નો વધારો કરવામાં આવ્યો છે.
મોંઘું થયુ 19 કિલો એલપીજી સિલિન્ડર
દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 1,332 રૂપિયાથી વધીને 1,349 રૂપિયા થઈ ગઈ છે. 19 કિલોનો એલપીજી સિલિન્ડર 17 રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું છે. 14.2 કિલો સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે.
કોલકાતામાં, 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 1,387.50 રૂપિયાથી વધીને 1,410 રૂપિયા થઈ ગઈ છે. અહીં સિલિન્ડર દીઠ રૂ. 22.50 નો વધારો થયો છે. અહીં ઘરેલું ગેસની કિંમત 720.50 રૂપિયા છે.
મુંબઇમાં 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 1,280.50 રૂપિયાથી વધીને 1,297.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. અહીં ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.17 નો વધારો થયો છે. 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે.
ચેન્નાઇમાં, 19 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ 1,446.50 રૂપિયાથી વધીને 1,463.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. અહીં સિલિન્ડર દીઠ ભાવમાં 17 રૂપિયાનો વધારો થયો છે. અહીંના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 710 રૂપિયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…