દુર્ઘટના/ નવસારીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારના લીધે માસૂમ બાળકનો લેવાયો ભોગ, જાણો શું છે સમગ્ર મામલો

નવસારીના મોતી નગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારના કારણે ખાડામાં માટી ધસી પડતા બાળકનું મોત નીપજ્યું હતું.

Gujarat Others
કોન્ટ્રાક્ટરની
  • નવસારીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારથી બાળકનું મોત
  • મોતી નગરમાં ચાલી રહ્યી હતી બાંધકામ સાઇટ
  • ખાડામાં માટી ધસી પડતા બાળકનું મોત
  • અન્ય એક શ્રમિક થયો ઇજાગ્રસ્ત
  • અગાઉ પણ શ્રમિકનું પડી જતા થયુ હતું મોત
  • સાતમા માળેથી પડી જતા થયું હતું મોત

નવસારીમાં દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. અહીં કોન્ટ્રાક્ટરની બેદરકારનો ભોગ માસૂમ બાળક બન્યું હતું. બન્યું એવું કે  નવસારીના મોતી નગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારના કારણે ખાડામાં માટી ધસી પડતા બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક શ્રમિકને ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ આપહેલા પણ એક શ્રમિકનું સાતમ માળેથી પડી જવાથી મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :  SRP જવાનની બસને નડ્યો અકસ્માત, 17ને થઈ ઈજા, 4ની હાલત ગંભીર

મહત્વનું છે કે,  થોડા દિવસ પહેલા અમદાવાદના નારણપુરા અમિકુંજ ચાર રસ્તા પાસે જીવન વિકાસ ચોક સામે ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જુના એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. દરમિયાનમાં આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ મજૂર દટાયા હતા. જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મોત નીપજ્યું હતું. તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ગુજરાતમાં અલગ અલગ આપઘાતની ઘટના, બે લોકોએ આ કારણોસર ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :  શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…

આ પણ વાંચો :ધંધુકામાં હિન્દુ યુવકની કરાયેલી હત્યાના વિરોધમાં લીંબડીમાં આવેદનપત્ર અપાયું

આ પણ વાંચો :ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની