અમદાવાદ/ ખાદ્યપદાર્થોમાંથી નીકળી રહ્યા છે જીવડા, રેસ્ટોરન્ટની બેદરકારી પર ફટકારાયો દંડ

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પીરસવામાં આવતા ખાદ્યપદાર્થોમાં જંતુઓની ફરિયાદ બાદ બે દિવસમાં શહેરના પશ્ચિમ ભાગમાં ત્રણ ખાદ્ય સંસ્થાનોને દંડ ફટકાર્યો છે.

Gujarat Top Stories Ahmedabad
બેદરકારી

એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં ખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળે છે પરંતુ જીવડા અને જીવાતોની ભેળસેળ ક્યાં સુધી યોગ્ય છે વધતી જતી બેદરકારીને પગલે લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકે છે. તાજેતરમાં જ અમદાવાદના ઘણા વિસ્તારોમાંથી આવી રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવી છે.

એક પછી એક જગ્યાએ થી આવા સમાચાર સામે આવી રહ્યા છે. હજુ બુધવારે જ જોધપુર વિસ્તારના ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલ સાથે આવેલા અથાણામાં કીડા મળ્યા બાદ એક ગ્રાહકે ફરિયાદ કરી હતી. AMCના આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને ખાદ્યપદાર્થોના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા હતા. રેસ્ટોરન્ટ પર 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ પણ આપવામાં આવી હતી.

ગુરુવારે, એક ગ્રાહકે પરિમલ ગાર્ડન પાસેના ગજાનંદ પૌઆ હાઉસમાં પીરસવામાં આવતી નારિયેળની ચટણીમાં પણ કઈ ક્ષતિ હોવાની ફરિયાદ કરી હતી. આ ખાણીપીણી પર 20,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તે જ દિવસે પાલડીમાં જોધપુર ચવાણા માર્ટ અને સ્વીટ્સમાંથી ચવાણા મંગાવનાર ગ્રાહકને તેમાં બગ જોવા મળ્યો. દુકાન પર 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગના પરિપત્રમાં જણાવાયું છે કે ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટની ઓચિંતી તપાસ કરવામાં આવશે.

આટલું જ નહિ આ અગાઉ પણ આવા કેટલાક વિડીયો વાયરલ થયા હતા, જેમાં ગ્રાહકોના ખાણીપીણીમાંથી આવા જ જીવડા અને જોવાતો નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. એવું પણ નથી કે નાની રેસ્ટોરન્ટમાં જ આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે. જાણીતી અને મોટી રેસ્ટોરન્ટમાં પણ આવી જ બેદરકારી થતી રહે છે.whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: