પ્રેરણારૂપ પાલક માતા. આ પાલક માતાની ઉંમર જાણીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો, જી હા, 13 વર્ષની આ પાલક માતા ચાર નાના ભાઇ બહેનનોની છેલ્લા એક વર્ષથી કરી રહી છે સાર સંભાળ. કોણ છે આ નાની ઉમરમાં મોટી જવાબદારી ઉપાડનાર આવો જોઇએ…
ઉંમર નાની
જવાબદારી મોટી
4 નાના ભાઇ-બહેનની માતા પણ પોતે…પિતા પણ પોતે…
આપણા જીવનમાં માતા-પિતાનું મુલ્ય ખુબ જ મહત્વનું છે. માતા-પિતા જ આપણી બધી હિમ્મત પણ હોઈ છે ત્યારે આપણી આ હિમ્મત જ ભાંગી પડે તો આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પ્રવેશવાની શરૂ થઇ જાય છે ત્યારે આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે સુરતના કીમ ગામની 13 વર્ષીય દિવ્યા વસાવા. આમ તો દિવ્યાની ઉંમર હાલ રમવાની છે પરંતુ તેના જીવનમાં આવી પડેલી મુશ્કેલીએ દિવ્યાનું આખું બાળપણ જ જાણે બદલી નાખ્યું છે. જીહા, 13 વર્ષીય દિવ્યા વસાવાના માતા-પિતા બીમાર છે તેઓ છેલ્લા 10 મહિનાથી બરોડાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે પરિવારની સૌથી મોટી 13 વર્ષીય દીકરી દિવ્યા વસાવા પાલક માતા બનીને ચારેય ભાઈ-બહેનની એકલી જ દેખરેખ રાખી રહી છે. આમ તો દિવ્યા વસાવા ની ઉંમર ઘણી નાની છે પરંતુ તેનો હોંસ્લો ખૂબ જ મજબૂત છે.
ahmedabad: દિવાળીની રજા કેન્સલ…સિવિલનાં ડોક્ટરો અને સ્ટાફ જોવામાં…
પાલક માતા બનેલી દિવ્યા તેમના નાના ચાર ભાઈ-બહેનની તમામ દેખરેખ રાખી રહી છે. જમવાનું , ભણાવવાનું, નાવડાવવા અને રાત્રે સુવડાવવા સુધીની તમામ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તેની આ હિમ્મત લોકો માટે એક ઉદાહરણ રૂપ સાબિત થઈ છે. તો દિવ્યાની આ પરિસ્થિતિને જોતા કીમ ગામની સેવા ભાવિ સંસ્થાઓ તેમજ કેટલાક સેવાભાવિ લોકો પણ તેની વ્હારે આવ્યા છે. કીમની રામકૃષ્ણ વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા બાળકો આર્થિક સહાય પુરી પાડવા માં આવી રહી છે.
લોક ડાઉન જેવી વિકટ સ્થિતિમાં ભલભલા પરિવારો સામાજિક,આર્થિક રીતે સંપન્ન હોવા છતાં હારી ગયા ત્યારે કીમ ગામની ૧૩ વર્ષીય દીકરી દિવ્યા આવી સ્થિતિમાં પણ ચાર ભાઈ બહેનોને સાચવી હિમ્મત નો પર્યાય બની છે.
@નિર્મલ પટેલ, મંતવ્ય ન્યૂઝ – સુરત