Not Set/ પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરેઃરામદાસ આઠવલે

રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું.

Top Stories
આટવાલે પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરેઃરામદાસ આઠવલે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પાટીદારનો ઓબીલીમાં સમાવેશ કરવાના  મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું  કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. વધુમાં કહ્યું હતું કે, દલિતોને અધિકાર નથી મળતો તે માત્ર ગુજરાત નહીં દેશનો વિષય છે. સફાઇ કામદારોને ન્યાય અપાવવાની પોલિસી અમારી છે. આજે પણ દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે. રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું. આ સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીના વખાણ પણ કર્યા હતા.

પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાના મુદ્દે  પણ રામદાસ અઠાવલે  મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય. તેમને અલગ ક્વોટા બનાવીને અનામત આપી શકાય છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જ્યારે રામદાસ અઠાવલે દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે  કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તો તે પણ યોગ્ય નથી લાગતુ અને તેમનો વિરોધ કરે છે.