ગુજરાત/ રાજયમાં આંતરરાજ્ય હવાઇ સેવાનો શનિવારથી પ્રારંભ કરાશે

સરકારની આ યોજનાથી રાજ્યમાં ખુબજ જડપી હવાઈ સેવા છેવાડાના માનવી સુધી પહોંચી શકાશે અને ઇમરજન્સીના સમયે વૃદ્ધ – અશક્તો માટે ફાયદો થશે જ પરંતુ તેની સાથે ઉદ્યોગોને અને પ્રવાસન ઉધોગોને પણ ફાયદો થશે.

Gujarat
Untitled 90 રાજયમાં આંતરરાજ્ય હવાઇ સેવાનો શનિવારથી પ્રારંભ કરાશે

ગુજરાતમાં  હવે આંતરરાજ્ય હવાઇ સેવાઓનો શુભ આરંભ કંપની વેન્ચુરા એર કનેકટ લીમીટેડ પ્રથમ અને એકમાત્ર આંતરરાજ્ય હવાઇ સેવા પૂરી પાડનાર એરલાઇન્સ છે. જેને રાષ્ટ્રપતિના કરકમલો દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તારીખ  28ના રોજગુજરાત સરકારની દુરદેશીપુર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો તારીખ 1 જાન્યુઆરી 2022 થી થશે. હાલમાં સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એર કનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો:નેતાઓનો વિરોધનો મામલો / આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન

આ યોજના અંતર્ગત વેન્ચુરા એરકનેકટ દ્વારા 9 સીટર વિમાનો વડે સુરત થી અમદાવાદ, સુરત થી ભાવનગર, સુરત થી રાજકોટ અને સુરત થી અમરેલી આ 4 સેક્ટર પર રોજની ફ્લાઇટ ચલાવવામાં આવશે.વેન્ચુરા એરકનેકટ સાથે થયેલી વાતચીત મુજબ આ હવાઇ સેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. આ વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉદ્દયન ભરશે અને સેકટર પ્રમાણે સુરત – ભાવનગર -30 મીનીટ, સુરત – અમરેલી  45 મીનીટ, સુરત – અમદાવાદ -60 મીનીટ અને સુરત રાજકોટ -60 મીનીટમાં પૂર્ણ થશે.

આ પણ  વાંચો;WHO / ઓમિક્રોન સામે વેક્સિન હજી પણ છે કારગર, WHOના આ ચીફ વૈજ્ઞાનિકે આપ્યું તારણ

સરકારની આ યોજનાથી રાજ્યમાં ખુબજ જડપી હવાઈ સેવા છેવાડાના માનવી સુધી પહોંચી શકાશે અને ઇમરજન્સીના સમયે વૃદ્ધ – અશક્તો માટે ફાયદો થશે જ પરંતુ તેની સાથે ઉદ્યોગોને અને પ્રવાસન ઉધોગોને પણ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એક સરખો ભાવ માત્ર રૂ.1999 રાખવામાં આવ્યો છે.