ભારતીય બજારમાં એક પછી એક નવી કારો આવી રહી છે, ત્યારે લોકો માટે ઓપ્શન પણ ઘણા ખુલી ગયા છે. પરંતુ તાજેતરમાં લોકોની રૂચિ નવી ગાડીઓ ખરીદવામાં ઓછી અને જુની ગાડીઓ ખરીદવામાં વધુ દેખાઇ રહી છે. જુની ગાડીઓ માટે એનાલિટિક્સ પ્લેટફોર્મ ઈંડિયનબ્લૂબુકની રિપોર્ટ અનુસાર, ગત વર્ષ 2018-19માં દેશમાં 40 લાખ જુની ગાડીઓ વેચાઇ. દરમિયાન નવી ગાડીઓનું કુલ વેચાણ 36 લાખ રહ્યુ.
ઓટો નિષ્ણાંતો અનુસાર, જુની ગાડીઓનું વેચાણ વધવાનું કારણ મધ્યમવર્ગની સીમા વધવાની સાથે ઓછા બજેટમાં સારી ગાડીઓ બજારમાં ઉપલબ્ધ હોવુ છે. જેના કારણે ખરીદી કરનારને સારી બચત થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, મારુતિ ટ્રૂ વેલ્યૂ, મહિન્દ્રા ફસ્ટ ચોઇસ સહિત ઘણી ઓનલાઈન કંપનીઓ દ્વારા યૂઝ્ડ કાર બિઝનેસમાં આવવાનાં કારણે લોકોનો ભરોસો જુની ગાડીઓ પર વધ્યો છે.
આજે સામાન્ય માણસની આવકમાં વધારો નોંધાયો છે જેના કારણે માંગમાં પણ વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, જુની ગાડીઓનાં માર્કેટપ્લેસ ટ્રૂબિલનાં સહ-સ્થાપક શુભ મંગલનું કહેવુ છે કે, મધ્યમવર્ગનાં લોકો પૈસાની કિંમત સમજે છે. જેના કારણે તેઓ જુની ગાડીઓ તરફ પોતાની રૂચિ વધુ બતાવી રહ્યા છે.