ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ભાજપ શાસન કરી રહ્યું છે પરંતુ આ કાર્યકાળ આસાન રહ્યો નથી. ભલે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું શાસન હોય કે પછી કેશુ ભાઇ કે પછી આનંદીબહેન પટેલથી લઇને વિજય રૂપાણી સુધી. કાર્યકાળમાં અનેકવિદ એવા વિઘ્નો આવ્યા છે કે, જ્યારે મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી છે અથવા તો ચર્ચા ચાલી છે.
- CM કાર્યકાળમાં વિઘ્નરૂપી
- કાર્યકાળમાં 15 મહિના બાકી હતા ત્યારે જ રાજીનામું
- CM રૂપાણીનો કાર્યકાળ સૌથી વધારે રહ્યું ચર્ચિત
ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે. છતાં પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહેવડાવવા બાદ પણ ભાજપને અસંખ્ય આંતરિક વિવાદો અને ઊથલપાથલનો સામનો કરવો પડ્યો છે. ત્યારે રાજ્યમાં ભાજપના કોઈપણ મુખ્યમંત્રી 15 મહિના જેટલા સમય બાકી હોય ત્યારે ખુરશી છોડવી પડી હોય તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસ્સામાં પણ બન્યું છે. અગાઉ આનંદીબહેન પટેલ અને કેશુભાઇ પટેલને પણ કાર્યકાળ પહેલા રાજીનામું આપવાની ફરજ પડી.
- કોરોનામાં હંમેશા પ્રશ્નાર્થ ધરાવતી કામગીરી જવાબદાર ?
- કેશુભાઇ પટેલને ભૂકંપની નબળી કામગીરી નડી
- આનંદબહેન પટેલને નડ્યું પાટિદાર આંદોલન
સીએમ રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતમાં કોરોના માટેની સરકારની કામગીરી હંમેશા ચર્ચાના ઘેરામાં રહી,,, પક્ષના આગેવાનોની નારાજગીની સાથે પ્રજામાં પણ રોષ જોવા મળ્યો. તેમાં રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારી અને હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો સતત દેશભરમાં ચર્ચાનો વિષય બની. આ રાજકારણના આંતરિક વર્તૂળો કહી રહ્યા છે કે ભાજપની કેશુભાઈ, આનંદીબેનવાળી સ્ટ્રેટેજી રિપીટ થઈ ગઈ છે.
- પીએમ મોદીને પણ નડ્યા હતા તોફાનો
- રાજીનામુ આપવા હતું ભારે દબાણ
ગોધરાકાંડના તોફાનો અને ત્યારબાદની સ્થિતિથી ભાજપનું નામ હંમેશા બદનામ રહ્યું હતું અને તેવા સમયે પણ રાજધર્મ નિભાવવા માટે ખુદ એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને કહેવું પડ્યું. આમ મુખ્યમંત્રી કાર્યકાળ ગુજરાતમાં સતત વિવાદોને આસપાસનો રહ્યો છે તે જોતા આગામી મુખ્યમંત્રી માટે પણ રાહ આસાન નહીં હોય.
કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ
રાજકીય નિવેદન / ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર બાપુએ શું કહ્યું જાણો..
કેમ થઇ શકે પસંદગી? / ભાઉ તરીકે ઓળખાતા સી.આર. પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે
કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ
BJP / દેશમાં ભાજપે એક જ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા,જાણો વિગતો
વર્ષ 2016નું પુનરાવર્તન થશે ..? / અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાંથી નીતિન પટેલનું પત્તુ કપાઈ ચુક્યું છે, આ વખતે શું થશે ?