ઈજીપ્તમાં આશરે ૬૦૦૦ વર્ષ જૂની કબર મળી આવી છે જેમાં બિલાડીના મમી મળી આવ્યા છે. આ બિલાડીઓના મમીની સંખ્યા આશરે ૬ થી પણ વધારે છે.
https://twitter.com/AntiquitiesOf/status/1061323069137006592
https://twitter.com/AntiquitiesOf/status/1061301090539446275
ઈતિહાસકારો આ ખોજને અભૂતપૂર્વ સિદ્ધિ માની રહ્યા છે.
કાહિરામાં સક્કરાના એક પીરામીડમાંથી આ અવશેષ મળી આવ્યા છે. આ ખોજ ઈજીપ્તના એક આર્કિયોલોજીકલ મિશન દ્વારા કરવામાં આવી છે.
આ ખોજનું કામકાજ એપ્રિલ મહિનામાં શરુ કરવામાં આવ્યું હતું.
ત્રણ કબરમાંથી બિલાડીના અવશેષો મળી આવ્યા હતા. આ બિલાડીના અવશેષો ભાગ્યે જ મળે છે તેવા કહેવામાં આવી રહ્યા છે. વિશેષજ્ઞ આવનારા દિવસોમાં આ અવશેષોને લઈને પોતાની શોધ આગળ વધારી શકે છે.
તમને જણાવી દઈએ કે પ્રાચીન ઈજીપ્તમાં બિલાડીઓની ખાસ જગ્યા હતી. જેને લઈને બિલાડીઓની કોઈ ધાર્મિક કારણોસર મમી બનાવી હોઈ શકે. આ જ વિસ્તારમાંથી સિંહ અને ગાયના સ્ટેચ્યુ પણ મળી આવ્યા છે.