ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડ પર આતંકી હુમલો કર્યો છે. આ હુમલામાં આઠ જવાનના મોત થયા છે. જયારે ૨૦ થી વધારે જવાન ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં દખલ કર્યા છે.
https://twitter.com/SputnikInt/status/1043391706475978752
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાનમાં શનિવારે સેનાની પરેડ ચાલી રહી હતી. આ દરમ્યાન ૨ આતંકવાદી સેનાની વર્દી પહેરીને મોટરસાયકલ પર આવી પહોચ્યા અને બેફામ ગોળીબાર કરવા લાગ્યા.
ઓચિંતાની ગોળીબારી થતા દોડધામ મચી ગઈ અને આ ગોળીબારના લીધે આઠ સેનાના જવાનની મોત થઇ ચુકી છે. પોલીસના કહેવા પ્રમાણે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે અહવાજ શહેરમાં પરેડ દરમ્યાન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ પરેડ સદ્દામ હુસૈનના ઈરાકમાં વર્ષ ૧૯૮૦માં શરુ કરેલા યુદ્ધની યાદમાં કરવામાં આવી હતી.