દુનિયાભરમાં ભૂખના કારણે મરણ નજીક પહોચી ગયેલા લોકોની સંખ્યા ગયા વર્ષ કરતા ૧૨ કરોડ ૪૦ લાખનો વધારો જોવા મળ્યો છે જે ખુબ જ દુઃખદ વાત કહેવાય. જો આ લોકોને ભોજન નહિ મળે તો તેઓ પર મોતનો ભય છે.
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલીએ જાણકારી આપતા આ વાતનો ખુલાસો દુનિયા સમક્ષ કર્યો છે. તેમણે એટલા માટે આ વાત નો ખુલાસો કર્યો કારણકે આટલા લોકો તો આખા વિશ્વમાં ગોળીબારીમાં પણ મૃત્યુ નથી પામતા. આ આંકડો ખુબ આશ્ચર્ય ભરેલો છે.
ડેવિડએ વિડીયોને આધારે સુરક્ષા પરિષદને જણાવ્યું છે કે ભૂખમરાની સામે લડી રહેલા લોકો આશરે ૩ કરોડ ૨૦ લાખ લોકો ચાર સંઘર્ષિત દેશો સોમાલિયા, યમન, દક્ષિણ સુડાન અને ઉત્તર પૂર્વ નાઈઝીરીયામાં હાલ વસવાટ કરે છે. આ દેશોને ગયા વર્ષે ભૂખમરાની પરિસ્થિતિ માંથી બચાવી લીધા હતા પરંતુ આ વર્ષે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમના એક કાર્યકરીએ કહ્યું કે ભૂખ અને સંઘર્ષના વચ્ચેનો સંબંધ વિનાશકારી છે. સંઘર્ષના લીધે ખાદ્ય અસુરક્ષા ફેલાય છે અને ખાદ્ય અસુરક્ષાથી અસ્થિરતા અને તણાવ ઉત્પન્ન થાય છે હિંસાને નિમંત્રણ આપે છે. બીસલીએ જણાવ્યું કે વૈશ્વિક રૂપથી ૬૦ની સદીથી ભૂખ્યા ૮૧ કરોડ ૫૦ લાખ લોકો સંઘર્ષિત વિસ્તારમાં રહે છે કે જ્યાં તેમને એ પણ ખબર નથી હોતી કે બીજી વખતનું જમવાનું ક્યાંથી મળશે !