Not Set/ માલદીવમાં ઈમરજન્સી, પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની થઈ ધરપકડ

માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પુરા દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરવાની ઘોષના કરી દીધી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલી હમીદ અને ન્યાયિક પ્રશાસક વિભાગે અબ્દુલ્લા સઈદને ગિરફતાર કરી લીધા છે. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની પણ ધરપકડ કરવામાં આવી છે. https://twitter.com/ani_digital/status/960690183854108672 રાષ્ટ્રપતિની ખુબ જ નજીક ગણાતા અજિમા શુકુરે સોમવારે […]

World
DVHNtFfVwAA11Fn માલદીવમાં ઈમરજન્સી, પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની થઈ ધરપકડ

માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પુરા દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરવાની ઘોષના કરી દીધી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલી હમીદ અને ન્યાયિક પ્રશાસક વિભાગે અબ્દુલ્લા સઈદને ગિરફતાર કરી લીધા છે. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની પણ ધરપકડ કરવામાં આવી છે.

https://twitter.com/ani_digital/status/960690183854108672

રાષ્ટ્રપતિની ખુબ જ નજીક ગણાતા અજિમા શુકુરે સોમવારે સાંજે ટેલીવીઝન પર આ સંદેશ દ્વારા ઈમરજન્સીની જાહેરાત કરી  હતી. માલદીવના રાષ્ટ્રપતિના સતાવાર ટ્વીટર પર તેની માહિતી આપવામાં આવી છે. આ આદેશ પછી માલદીવના તમામ નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થઈ ગયા છે. અને સુરક્ષાબળોને કોઈને પણ શંકાના આધાર પર ધરપક કરવાની તાકાત મળી ગઈ છે.

https://twitter.com/ANI/status/960533430579683328

કેટલાક દિવસથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ વિરોધ પ્રદર્શન પછી દેશમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. સુપ્રીમકોર્ટના આદેશ પછી ત્યાના નાગરીકો રોડ પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, ત્યાં જ ભારતીય વિદેશ મંત્રાલયએ માલદીવમાં ભારતીય પ્રવાસીયોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું છે, કે સાવધાની રાખવી અને સાર્વજનિક સમારોહમાં જવાનું ટાળવું.