પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સત્તામાં પરત ફરવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. જે અંતર્ગત મુશર્રફે ૨૩ પાર્ટીઓ સાથે મહાગઠબંધન રચીને પાકિસ્તાનની આગામી સામાન્ય ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મુશર્રફનુ આ ગઠબંધન પાકિસ્તાન અવામી ઈતિહાદ (પીએઆઈ)ના નામથી ઓળખાશે. આ મહાગઠબંધનની કમાન પરવેઝ મુશર્રફના હાથમાં જ રહેશે અને તેનુ હેડક્વાર્ટર ઈસ્લામાબાદમાં રહેશે.
આ મહાગઠબંધનની જાહેરાત કરતા પરવેઝ મુશર્રફે જણાવ્યુ હતું કે, પાકિસ્તાનમાં યોગ્ય સમયે આવે ત્યરે તેઓ પરત ફરશે અને તેમના પર લાગેલ તમામ આરોપોનો કાયદાકીય રીતે સામનો કરવા માટે તે તૈયાર છે. ગત વર્ષે મુશર્રફને એક સ્પેશિયલ કોર્ટે પૂર્વ વડાપ્રધાન બેનર્જી ભુટ્ટોની હત્યા મામલે ભાગેડૂ ગણાવી રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો. જાકે મુશર્રફે એ અફવાને ફગાવી દીધી છે જેમાં આક્ષેપ થઈ રહ્યો છે કે તેઓ કટ્ટરવાદી મુવમેન્ટ સાથે સંકળાયેલ છે.
આ અફવા અંગે મુશર્રફે જણાવ્યુ હતું કે, આવુ વિચારવુ પણ હાસ્યાસ્પદ છે. પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનને પણ આ ગઠબંધનમાં જોડાવા માટે આમંત્રણ મોકલ્યુ છે. મુશર્રફે જણાવ્યુ હતું કે, પાકિસ્તાનને આગળ વધારવા માટે અમારા ગઠબંધનનો સાથ આપો. એટલુ જ નહીં તેમણે ઈમરાન ખાન પર માત્ર પોતાની પાર્ટી અંગે જ વિચારવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમજ કાયદાકીય રીતે તમામ કેસનો સામનો કરવા તૈયારી દર્શાવી છે.
