ઇટલીમાં ક્લબનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ક્લબમાં ભાગદોડ થવાને લીધે ૬ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે જયારે ૩૫ લોકો ઘાયલ થયા છે.
શનિવારે ડિસ્કો ક્લબમાં આ ઘટના બની છે.
મૃત લોકોમાં ત્રણ છોકરીઓ, બે છોકરા અને એક આધેડ મહિલાનો સમાવેશ થાય છે. આધેડ મહિલા તેની દીકરી સાથે ક્લબમાં આવી હતી.
૩૫ માંથી ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્લબની ક્ષમતા કરતા તેમાં વધારે લોકો હાજર હતા.એક પીડિતે કહ્યું હતું કે ક્લબનો ઈમરજન્સી દરવાજો પણ લોક થઇ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.