હવાઈ મુસાફરી કરતી વખતે મોટા ભાગના લોકો વિન્ડો સીટ પાસે બેસવાનું પસંદ કરતા હોય છે. અમુક લોકોનું વિન્ડો સીટનું ગાંડપણ કઈક વધારે જ હોય છે કે સમજવા તૈયાર જ નથી હોતા.
આવો જ એક મામલો હાલ સામે આવે આવ્યો છે જેમાં એર હોસ્ટેસે આ પ્રોબ્લમનું નિરાકરણ લાવી દીધું હતું.
મુસાફરની વિન્ડો સીટ પર બેસવાની જીદને લઈને એર હોસ્ટેસે જે કર્યું તે જોઇને સૌ કોઈ દંગ થઇ ગયા હતા અને આ ફોટો પણ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.
સુત્રોના જનાવ્યા પ્રમાણે આ મુસાફર વારંવાર વિન્ડો સીટ પર બેસવાની જીદ કરી રહ્યો હતો. ફ્લાઈટમાં કોઈ વિન્ડો સીટ ખાલી નહતી.
યાત્રીની જીદ્દને પૂરી કરવા માટે ફ્લાઈટના કૃ મેમ્બરે એક જોરદાર વિચાર કર્યો. તેણે એક પેપર લીધું અને તેની પર વિન્ડો અને વાદળ, નદી બનાવી. આ પેપરને તેણે યાત્રીની સીટની આગળ ચિપકાવી દીધું. જાપાની ટ્વીટર @kooo_TmS-suke આ ફોટો શેર કર્યો છે.
સોશ્યલ મીડિયામાં આ ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધારે લાઇક અને ૮ હજાર વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે.