ઇટલીમાં રોમ શહેરના એરપોર્ટ પરથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. રોમના એરપોર્ટ પરથી એક શંકાસ્પદ બેગ મળી આવતા ભાગતોડ મચી ગઈ હતી.
આ લાવારિસ બેગ એરપોર્ટ પર પડેલી જોતા પોલીસ ત્યાં આવી પહોચી હતી. લાવારિસ બેગને પોલીસે ધમાકાથી ખોલી હતી. ધમાકા બાદ બેગ ખુલતા તેમાં નારિયેળ નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટનાને લીધે રોમનું એરપોર્ટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
https://twitter.com/Ned_Donovan/status/1046767105687920640
પત્રકાર ડોનોવાને ટ્વીટર પર આ ઘટના મામલે લખ્યું હતું કે પોલીસે નારિયેળથી ભરેલી બેગને ધમાકાથી ઉડાવી દીધી. પોલીસે આ બેગમાં બોમ્બ છે તેવું સમજી લીધું હતું.